સવાઇગરની શેરીમાં મકાન પડતા ત્રણ વાહનો દબાયા

0
261

ભાવનગર શહેરમાં વરસાદી માહોલનાં પગલે બે મકાન ધારાશાયી થતા ત્રણ મોટર સાયકલને નુકશાન થયું હતું. આ ઉપરાંત હાઇકોર્ટ રોડ વિસ્તારમાં એક ઝાડ પડી ગયું હતું.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન અને વરસાદી માહોલના પગલે વિવિધ વિસ્તારમાં ઝાડ પડવાની સાથો સાથ આજે શહેરના આંબાચોક, સવાઇગરની શેરીમાં આવેલ બે જર્જરીત મકાન ધરાશાયી થતાં મકાનની બાજુમાં પાર્ક કરવામાં આવેલ ત્રણ મોટર સાયકલ કાટમાળ નીચે આવી ગયા હતા. મકાન તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

આ ઉપરાંત શહેરના હાઇકોર્ટ રોડ પર આવેલ શારદા સાયકલ સ્ટોરની બાજુની શેરીમાં એક ઝાડતૂટી પડતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ચોમાસા દરમ્યાન લોકોના જાન માલને નુકશાન ન થાય તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા પણ જર્જરીત મકાન, ઇમલો, દુરસ્ત કરવા અથવા તોડી પાડવા તાકિદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here