શૂટિંગ પૂર્ણ કરીને ઘરે જઇ બે કલાક સુધી નાહતો હતો : શાહિદ

0
255

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ ’કબીર સિંહ’  ૨૧ જૂનના રોજ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરથી લઇને સોંગ્સ તમામ લોકોને પસંદ આવી રહ્યા છે.

આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે કિયારા અડવાણી જોવા મળશે. તાજેતરમાં જ શાહિદ કપૂર પોતાના ફિલ્મના પ્રમોશન દરમિયાન કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો, ત્યાં તેણે ફિલ્મથી જોડાયેલી કેટલીક વાતો કરી હતી.

શાહિદે જણાવ્યુ કે, ’’કઇ રીતે હું ફિલ્મમાં દારૂડિયાનું પાત્ર કરી શક્યો અને સાથે જ કહ્યુ કે, ફિલ્મ દરમિયાન તેણે સિગારેટ અને બીડી પીવા સિવાય કોકિન સૂંઘવાની પણ જરૂર પડતી.’’ તેણે કહ્યુ કે, ધ્રૂમપાન બિલકુલ નથી કરતો પરંતુ આ પાત્ર માટે મને તેની જરૂર પડી, કારણ કે તેનો ઉપયોગ માત્ર ગુસ્સો વધારવા માટે કરતો હતો.

શાહિદે જણાવ્યુ કે, ’’શૂટિંગ ખત્મ કરીને ઘરે જતા પહેલા લગભગ ૨ કલાક સુધી નાહતો, જેથી શરીરમાંથી સિગરેટની સ્મેલ દૂર થાય.’’ શાહિદે કહ્યુ કે, રિમેક બનાવવી મુશ્કેલ છે. આ પહેલા અભિષેક ચૌબેની ફિલ્મ ’ઉડતા પજાંબ’માં તેણે ડ્રગ્સના શોખીન ’ટોમી સિંહ’નું કેરેક્ટર પ્લે કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here