ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

471

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૩૪૨૫૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ઉપરાંત અન્ય જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આરઆઈએલ, આઈટીસી, ઈન્ફોસીસ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આવી જ રીતે શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંક, એચયુએલ, એસડીએફસી અને કોટક મહિન્દ્રાની બેંકની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મુડીમાં ૨૭૫૨૩.૭૪ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મુડી ૮૪૫૧૪૯.૬૧ કરોડ થઈ ગઈ છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મુડી વધીને ૩૪૦૭૨૮.૬૭ કરોડ થઈ ગઈ છે. એસબીઆઈની માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન ૧૯૬૩.૪૨ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મુડી ૩૦૬૮૭૨.૮૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આરઆઈએલની માર્કેટ મુડી પણ આ ગાળા દરમિયાન ૧૦૪૫.૯૫ કરોડ વધીને ૮૩૪૮૧૯.૬૭ કરોડ થઈ છે. ઈન્ફોસીસની માર્કેટ મુડીમાં પણ વધારો નોંધાયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મુડીમાં ઘટાડો થતા તેની મુડી ૨૮૧૩૪૯.૦૨ કરોડ થઈ ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે. આરઆઈએલની મુડી વધી હોવા છતાં આ કંપનીની મુડી હવે ટીસીએસ કરતા ઓછી થઈ છે. ટીસીએસે ફરી એકવાર પ્રથમ સ્થાને માર્કેટ મુડીની દ્રષ્ટિએ મેળવી લેવામાં સફળતા મેળવી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસક્સ ૧૬૩ પોઈન્ટ ઘટીને ૩૯૪૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો.

Previous articleઅમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટેની તૈયારી
Next articleFPI દ્વારા જૂનમાં ૧૧,૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા