અમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટેની તૈયારી

694

રશિયા સાથે ભારતની વધતી જતી નજીકની મિત્રતા પરિણામ સ્વરૂપે અમેરિકાની ઉંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકા હવે હળવુ વલણ અપનાવવાની દિશામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારત દ્વારા તેની સાથે કરવામાં આવેલી એક મેગા ડિલને પણ આના માટે જવાબદાર ગણવામાં આવે છે. જેમાં ભારત અમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર સી ગાર્જિયન ડ્રોનની ખરીદી કરશે. અલબત આ ડીલ માટે ભારત દ્વારા રશિયા સાથે પહેલા કરવામાં આવેલા એસ ૪૦૦ મિસાઈલના સોદા ઉપર કોઈ અસર થશે નહી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રપે ભારત ઉપર ડીલ ન કરવા માટે જોરદાર દબાણ વધાર્યું હતું. પરંતુ તેની કોઈ અસર દેખાઈ ન હતી. સુત્રોના કહેવા મુજબ ૧૦-૧૦ ડ્રોન ત્રણ સેનાઓ માટે ખરીદવામાં આવનાર છે. આને દુરથી કંટ્રોલ કરી શકવામાં આવશે. દરિયાની સાથે સ્થળ ઉપર પણ ટાર્ગેટ કરવામાં આ ડ્રોન સફળ રહેશે. એક વખતે ડીએસી તરફથી મંજુરી મળી ગયા બાદ ભારત અમેરિકાને લેટર ઓફ રિકવેસ્ટ જારી દેશે. ત્યારબાદ બિલ આગળ વધશે. ૨૦૦૭થી લઈને હજુ સુધી ભારતે અમેરિકાની સાથે મળીને ૧૭ અબજ ડોલરની ડિફેન્સ ડીલ કરી દીધી છે.

Previous articleWrold Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો