FPI દ્વારા જૂનમાં ૧૧,૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

702

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તામાં ગાળા દરમિયાન મૂડી માર્કેટમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મુડીરોકાણકારો ભારતના બજારને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજી જુનથી ૧૪મી જુન સુધીના ગાળામાં વિદેશી મુડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૫૧૭.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ડેબ્ટમાં ૯૬૧૫.૬૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. મે મહિના પહેલા માર્ચ મહિનામાં રોકાણકારોએ ૪૧૫૯૮૧ કરોડ, ફેબ્રુઆરીમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે એનડીએની સાથે મળીને ૩૫૩ સીટો મેળવી હતી. ૧૯૮૪ બાદથી કોઇ એક પાર્ટી દ્વારા સતત બીજી વખત બહુમતિ હાંસલ કરવામાં આવી હતી. મોેદી સરકાર ફરી સત્તામાં આવી છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા : આઠ પરિબળ પર નજર