શિશુવિહારમાં આંગણવાડીના શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ

0
167

ભાવનગર શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે ભાવનગર શહેરની આંગણવાડીના શિક્ષકો માટે તારીખ ૧૫ જૂને તાલીમ શિબિર યોજવામાં આવી. બાળવયથી ભૂલકાઓ પોતાની ઇન્દ્રિય શક્તિથી પરિચિત બને તે હેતુસર શહેરની ૩૧૪ આંગણવાડી પૈકી ૩૬  આંગણવાડીને ક્રાફ્ટ કિટ આપવામાં આવી. લોક સહયોગથી શીશુવિહાર સંસ્થા બાળ શિક્ષણનું અવિરત કાર્ય સેવા ભાવથી યોજે છે વર્ષ ૨૦૧૧ થી શરૂ થયેલ આ પ્રવૃત્તિ થકી અગાઉ તમામ આંગણવાડીને દસ-દસ શૈક્ષણિક ચાર્ટ , સંગીતના સાધનો પાંચ-પાંચ પપેટસ, ગીતોની સીડી તેમજ ફર્સ્ટ એડ તાલીમ અને ફર્સ્ટ એઈડ બોકસ આપવામાં આવેલ છે. ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ થી શરૂ થયેલ કાર્યક્રમ થકી ૧૮૫ આંગણવાડીની હસ્ત કૌશલ્ય તાલીમ સાધનો અને માર્ગદર્શક પુસ્તિકા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here