રાણપુરમાં કુતરાઓને ખવડાવવા માટે પાંચ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા

830

સારો વરસાદ થાય તે માટે લોકો ચુરમાના લાડવા બનાવી ને કુરાને ખવડાવવામાં આવે છે આ વર્ષો જુની પરંપરા ને બોટાદ જીલ્લાના રાણપુરમાં પણ જાળવી રાખી છે.ચોમાસુ આવવાની તૈયારી હોઈ ત્યારે લોકો પોતાના હાથે લાડવા બનાવી કુતરાને ખવડાવે છે.રાણપુર ના ધારપીપળા રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટી તથા આસપાસ ના દુકાન દારો દ્વારા સ્વેચ્છાએ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો અને આવેલા ફાળામાંથી કુતરાઓ માટે પાંચ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા હતા.વૃંદાવન સોસાયટી ના રહીશોએ પોતાના હાથે જ આ લાડવા બનાવી રાણપુર ના તમામ વિસ્તારમાં જઈને કુતરાને લાડવા ખવડાવવામાં આવશે.જ્યારે રાણપુર આજુબાજુ ના અગીયાર ગામોમાં પણ આ લાડવા કુતરાઓ માટે મોકલવામાં આવશે.

Previous articleઈશ્વરિયામાં સુપોષણ દિન ઉજવણી
Next articleઉમરાળાના ધારુકા ગામે ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો