રાજુલા તાલુકાની મહાકાય ગુજરાત સિમેન્ટ દ્વારા યુવાનો માટે અદ્દભૂત કાર્યક્રમ યોજાયો

0
165

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ગુજરાત સિમેન્ટ વર્કસ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી દ્વારા એક અથાક પ્રયાસ હાથ ધરવામાં આાવેલ છે. જેના અંતર્ગત ગ્રામ્ય યુવાનોમાં કૌશલ્ય કલા તથા ડિઝીટલ નોલેજમાં વધારો કરવા વાંઢ, ભાકોદર, કોવાયા, વારાહસ્વરૂપ જેવા ગામોમાં ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત યુવા પેઢીને સ્કીલ ડેવલપમેન્ટ તરફ આગળ વધારવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ગત જાન્યુઆરી ૨૦૧૯ થી માર્ચ ૨૦૧૯ દરમ્યાન અલ્ટ્રાટેકના સીએસઆર વિભાગ દ્વારા સીએસઆર સેન્ટરમાં ઉડાન ફેસ ૧ અંતર્ગત વેલ્ડર, કાર્પેન્ટર તથા મહિલા માટે સિલાય અને ેએડવાન્સ સિલાય તથા ડ્રેસ ડિઝાઇનની તાલીમ અપાયેલ છે. જેમાં વેલ્ડર અને કારપેન્ટરના કોર્સ માટે પ્રોફેશ્નલ એજન્સી દ્વારા થિયરીકલ અને પ્રેકટીકલ તાલીમ અપાયેલ છે.

આ અંતર્ગત ગત તા.૧૪-૦૬ ના રોજ કુમાર મંગલમ બિરલાના જન્મદિવસના દિવસે આ યુવા પેઢીએ પ્રોત્સાહન આપવા અર્થે સીઓઓઇપી ગોપિકા પ્રસાદ તિવારી તથા અધિકારી સીતારામ મુલુ સી એચ, ભાનુકુમાર પરમાર, વિવેક ઉપ્લેંચવાલ, બી.પી.સદાનંદ તથા એનસીજેડબલ્યુના અધિકારીઓની ટ્રેડ યુનિયનના અધિકારી, તથા સરપંચની ઉપસ્થિતિમાં આ તાલીમમાં યુવાનો દ્વારા બનાવેલ જોબ તથા અન્ય નમૂનાઓ તથા સાથે સાથે મહિલાઓ દ્વારા બનાવેલ ડ્રેસ ડિઝાઇનની સુંદર ડ્રેસો પ્રદર્શનમાં રખાયા. આ સાથે સાથે અધિકારીઓ હસ્તક યુવાનોને સર્ટીફિકેટ તથા ટૂલ કીટ વિતરણ કરવામાં આવી જે આગળના ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે તેની સાથે સાથે ઉડાન ફેસ ૨ નું પણ અધિકારીઓએ હસત્યક ઉદ્દઘાટન કરાયું જેમાં સીએસઆરના અધિકારી વિનોદ શ્રીવાસ્તવ દ્વારા અપાયેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૨૮ યુવાનો ઉડાન ફેસ ૧ અંતર્ગત તાલીમ લીધેલ છે. અને હજુ પણ ભવિષ્યમાં ૭૦ અને તેનાથી વધુ યુવાનો તાલીમ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here