સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે

544

જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશીને હાલમાં કોઇ મોટી ફિલ્મ મળી રહી નથી. જો કે તે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને આશાવાદી છે. હાલમાં તે નેટફ્લીક્સ પરની તેની સિરિઝને લઇને આશાવાદી છે. તેની આ સિરિઝમાં રાહુલ ખન્નાની પણ ભૂમિકા છે. હાલમાં કોઇ મોટી પણ નથી. તે  છેલ્લે રજનિકાંત જેવા સુપર સ્ટાર સાથે કાલા ફિલ્મમાં નજરે પડી હતી. તેની કુશળતાથી તમામ લોકો સારી રીતે વાકેફ છે. આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે.   ખુબસુરત હુમા કુરેશીએ કહ્યુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. પરંતુ જો હોલિવુડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવુડની ફિલ્મમા પણ કામ કરશે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પુછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યુ હતુ કે તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ કરીને ખુબ ગર્વ અનુભવ કરી રહી છે. હુમા કુરેશીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારતમાં વર્લ્ડ કલાસ ફિલ્મ બનાવવા માટે હોલિવુડ ફિલ્મની રીમેક બનાવવામાં આવે છે. અમે ઓરિજનલ ફિલ્મ બનાવતા નથી. કોઇ કોરિયન અથવા તો ચાઇનીઝ ફિલ્મ નિહાળી લીધા બાદ તેના આઇડિયા લઇ લેવામાં આવે છે. બે ત્રણ ગીતો ઉમેરી દેવામાં આવે છે અને આઇટમ સોંગ ઉમેરી દેવામાં આવે છે. ફિલ્મની પટકથા ખુબ મહત્વપૂર્ણ હોય છે. તેના કહેવા મુજબ તે દરેક બાબતને ધ્યાનમાં લઇને ફિલ્મમાં કામ કરે છે. હાલમાં તે પોતાના ભાઇ સાકીબ સાથે એક ફિલ્મમાં કામ કરી ચુકી છે. ટીવી સિરિઝને લઇને તે હાલમાં વ્યસ્ત છે.

Previous articleઆજથી ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર
Next articleરાધિકા થિયેટર અને શોર્ટ ફિલ્મો સાથે જોડાયેલી છે