ઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ

661

અભિનેત્રી કૃતિ સનુનની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. કૃતિએ સબ્બીર ખાનની ફિલ્મ હિરોપંતિ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ચાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચુકી છે. કૃતિ સનુને પોતાની કેરિયરમાં દિલવાલે, રાબ્તા, બરેલી કી બરફી, સ્ત્રી  અને લુકાછુપી જેવી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. કૃતિ સનુન સોશિયલ મિડિયામાં પણ ચાહકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. પોતાના ખુબસુરત ફોટો અને વિડિયોના કારણે ચર્ચામાં રહે છે. ફોટો અને વિડિયો તે શેયર કરતી રહે છે. પોતાની દમદાર સોશિયલ મિડિયા એક્ટિવીટીના કારણે તે લોકપ્રિય છે. કૃતિના ઇન્સ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા વધીને ૨.૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. કૃતિએ આ અંગેની માહિતી આપતા કહ્યુ છે કે તે માહિતી આપીને ભારે ખુશ છે. કૃતિએ કહ્યુ છે કે તે તમામ ચાહકો અને ફોલોઅર્સનો આભાર માને છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કૃતિ હવે દિલજીત દોસાંજની સાથે નવી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ નામ અર્જુન પટિયાળા રાખવા આવ્યુ છે. ઇન્સ્ટા પર કૃતિના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન સતત વધી રહી છે. કૃતિ હાલમાં યુવા સ્ટાર સાથે વધારે કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન, ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે. કૃતિ પ્રથમ વખત હિરોેપંતિ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ સાથે જ ટાઇગર અને કૃતિએ એક સાથે પોતાની કેરિયર શરૂ કરી હતી. બંનેને સારી સફળતા મળી હતી. પ્રથમ ફિલ્મ સાથે જ બંને કલાકારોને અનેક ફિલ્મ મળવા લાગી  ગઇ હતી. હાલમાં પણ બંને ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટોને લઇને વ્યસ્ત થયેલા છે. કૃતિ કરતા પ્રિયંકા ચોપડા, આલિયા, દિપિકા, કેટરીનાના વધારે ફોલોઅર્સ છે.

Previous articleપાલિતાણાના વડીયા ગામે લૂંટ કેસમાં ૩ સગાભાઈ સહિત ૫ને ૧૦ વર્ષની કેદ
Next articleઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન