કદંબગીરી ગામે વાડીમાં સંતાડેલ ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો

759

આજરોજ આર.પી.ચુડાસમા ઈન્ચાર્જ સી. પી.આઈ.પાલીતાણા  તથા પોલીસ સ્ટાફ નાગજીભાઈ પરમાર,  વિજયસિંહ જાડેજા, મુકેશભાઈ  જેસર પો.સ્ટે.ના ગુનાની તપાસમા જેસર તરફ આવતા. હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે કદંબગીરી ગામના દેવકુ પોપટ કામળીયા ની વાડીએ તેના ભાણેજ મુન્નાભાઈ મોભ તથા નદીમ જુણેજા રહે બંને પાલીતાણા વાળાએ ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારી  સંતાડેલ છે તેવી હકિકત મળતા તુર્તજ સાથેની પોલીસ તથા કદંબગીરી આજુબાજુ પ્રોહી વોચમા રહેલ જેસર જે ડી.બી વાઘેલા તથા મનુભાઈને સાથે રાખી રેઈડ કરતા કડબના ઓઘામા સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીંશ દારૂ ની બોટલો નંગ  ૭૦ કિંમત રુપિયા ૨૮૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિંમત રુપિયા ૨૦૦૦/-  એમ કુલ રુપિયા ૩૦૦૦૦/-ના મુદ્દામાલ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleપીથલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ જોરદાર વરસાદ
Next articleમારૂતિ યોગાશ્રમ શાળા દ્વારા ત્રિદિવસીય યોગ શિબિર