તેની સાથે કોઇ શોષણ ક્યારે થયુ નથી : અંકિતાનો ધડાકો

0
187

બોલિવુડમાંઅનેક મોટી અને નવી અભિનેત્રી જાતિય શોષણનો શિકાર થઇ રહી છે. હવે નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. તનુશ્રીએ સૌથી પહેલા આ અંગે જાહેરમાં નિવેદન કરીને ચર્ચા છેડી દીધા બાદ હવે  અંકિતાએ પણ આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇ શોષણનો શિકાર થઇ નથી.  બોલિવુડના કેટલાક કલાકારો આ અભિયાનને જારી રાખવા માટે ઇચ્છુક છે. જેથી આ મામલે સ્પષ્ટ વાત કરી રહ્યા છે. હાલમાં  અંકિતાએ કહ્યુ હતુ કે તેની સાથે કોઇ પણ પ્રકારનુ શોષણ થયુ નથી. જો કે અંકિતાએ કહ્યુ હતુ કે તે એવી યુવતિઓની પ્રશંસા કરે છે જે પોતાની સાથે થયેલા વર્તનને જાહેરમાં રજૂ કરે છે. હિંમતપૂર્વક સપાટી પર બાબતોને લાવે છે. અંકિતાએ કહ્યુ હતુ કે તે ક્યારેય કોઇના દ્વારા શોષણનો શિકાર થઇ નથી. તે નક્કરપણે માને છે કે આ તમામ બાબતો મોટા ભાગે પોતાના પર પણ આધારિત હોય છે. પોતાને કોઇની સામે કઇ રીતે તમે રજૂ કરો છો તે બાબત પણ ઉપયોગી હોય છે. તેનુ કહેવુ છે કે તે એવી તમામ યવતિઓની સાથે ઉભી છે જે શોષણનો શિકાર થઇ ચુકી છે. તે આ બાબતને સ્વીકાર કરી શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here