કૃતિ સનુન અને કંગના બોક્સ ઓફિસ ઉપર સામ સામે રહેશે

0
222

બોલિવુડમાં ઉભરતી સ્ટાર કૃતિ સનુન અને કંગના રાણાવત હવે બોક્સ ઓફિસ પર આમને સામને આવનાર છે. કારણ કે બંને અભિનેત્રીઓની ફિલ્મો એક સાથે ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ અર્જુન પટિયાળાના નિર્માતા દ્વારા સોમવારના દિવસે  ફિલ્મના પોસ્ટર જારી કરી દેવામાં આવ્યા બાદ ેની પ્રશંસા થઇ રહી છે. સાથે સાથે ફિલ્મના વિડિયોની પણ પ્રશંસા થઇ રહી છે. આ પહેલા મેન્ટલ હે ક્યા ફિલ્મ રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ સાથે ટક્કરમાં આવનાર હતી.જો કે સુપર ૩૦ ફિલ્મના નિર્માતાઓ દ્વારા રજૂઆતની તારીખને બદલી નાંખી છે. અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં કૃતિ સનુન અને દિલજીત  તેમજ વરૂણ શર્મા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. બીજી બાજુ એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત પોતાની આગામી ફિલ્મ મેન્ટલ હે ક્યાં ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે. ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર પોતાની ફિલ્મને લઇને તે ખુબ સંતુષ્ટ અને ખુશ છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને જીમી શેરગિલની મુખ્ય ભૂમિકા છે. કંગના હાલમાં રાજકુમાર રાવની પ્રશંસા કરતા થાકતી નથી. ફિલ્મમાં રાજકુમાર રાવે પણ પડકારરૂપ ભૂમિકા અદા કરી છે. છેલ્લે કંગના રાણાવતની મણિકર્ણિકા ફિલ્મને લઇને ભારે પ્રશંસા થઇ હતી. હવે તે વધુ એક પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. ક્વીન બાદ બન્નેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇની ફેન રહી નથી. પરંતુ ઓપરાને પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે ત્યાં શુ બોલશે તેની તૈયારી કરી રહી છે. કંગના રાણાવત હાલમાં પોતાના નિવેદનના કારણે ભારે ચર્ચામાં રહી હતી. રિતિક રોશન સાથે પ્રેમ પ્રકરણના કારણે પણ તે સતત ચર્ચામાં રહી હતી. કંગના રાણાવત અને કૃતિ સનુન વચ્ચે કોઇ પણ પ્રકારની બબાલ રહી નથી. જો કે કંગના રાણાવત બોલિવુડમાં મોટા ભાગની અભિનેત્રીઓ સામે પણ નિવેદન કરતી રહી છે. સાથે સાથે તમામ ટોપ સ્ટારની ટિકા પણ કરતી રહી છે. તે પોતાના બોલ્ડ અને કઠોર સ્વભાવના કારણે હમેંશા જાણીતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here