સાંઇરામ દવેનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર યુવક ઝડપાયો

461

સોશિયલ મીડિયાનો ક્રેઝ અત્યારે ખુબ જ રહ્યો છે ત્યારે નકલી એકાઉન્ટ બનાવવાના કિસ્સાઓ પણ વધારે સામે આવે છે. ઇન્સ્ટાગ્રામ સ્યકલાકાર સાંઇરામ દવેના નામનું નકલી એકાઉન્ટ બનાવવાની ફરિયાદ થઇ હતી. જેના પગલે રાજકોટ શહેર પોલીસે એક યુવકની અટકાયત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે હાસ્યકલાકાર સાંઇરામ દવેની ઓળખની ચોરી કરીને તેમના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર આઇડી બનાવ્યું હતું. તથા તેમના ફોટા અને કૃતિઓની છેતરપીંડી પૂર્વક ઉપયોગ કર્યો હતો.

ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા એનાલિસિસ કરી ફેક ઇન્સ્ટા આઇડી ’સાઈરામદવેઓફિસિયલ’ બનાવનાર ૨૦ વર્ષીય આશીષ પંકજભાઇ જાની જે બોટાદ જિલ્લાના નાગલપરમાં રહે છે. જે કર્મકાંડ કરીને જીવન ગુજારે છે. પોલીસે આશીષની અટકાયત કરી હતી.

વધુ માહિતી પ્રમાણે આશિષ પોતે બી.એ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તેણે આ એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી બનાવ્યું હતું. જેનો ઉપયોગ કરીને અલગ અલગ સેલીબ્રીટીઓને મેસેજ કરીને ફોલો કરવા તથા પોસ્ટ લાઇક કરવા જણાવતો હતો.

ફરિયાદી દ્વારા લાઇવ સ્ટેજ શો વીડિયો ગ્રાફી તથા ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ, ઇસ્ટાગ્રામ, ગુગલ, વે પેજ ઉપર કૃતિઓ રજૂ થતી તે રજૂ થયેલી કૃતિઓને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે ઉપયોગ કરતો.

Previous articleટાયર ફાટતા મુસાફરો ભરેલો ટેમ્પો પલટ્યો, ૨૫ મજૂરો ઇજાગ્રસ્ત
Next articleસ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે પોલીસની ગાંધીગીરી… બાળકોને સ્કૂલે પહોંચાડ્યા