રાણપુરના બગડ ગામનો મુસ્લિમ યુવાનની સિધ્ધી

537

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા શેખ સાદબારજી મોહમદ શાહજહા ના પિતા મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે  સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા શેખ સાદબારજી મોહમદ શાહજહા ને નાનપણથીજ રમતગમત પ્રત્યે વધારે રૂચી હતી.ત્યારે તાજેતરમાં ગુજરાત સ્ટેટ રેસલીંગ ચેમ્પિયનશીપ અંન્ડર ૨૩ વડોદરા ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના ઘણા યુવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા અને બગડ ગામના આ યુવાને અંડર ૨૩ માં ૯૭ કીલો રેસલિંગ માં ભાગલીધો હતો.જેમાં અન્ય જિલ્લાના યુવાનોને પછાડી આ યુવાન ગુજરાત લેવલે પ્રથમ ક્રમે આવી અને ગોલ્ડ મેડલ મેળવી નાના એવા બગડ ગામ સહીત રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.તેમજ આગામી દિવસોમાં આ યુવાન નેશનલ કક્ષાએ રેસલિંગ ટુનામેન્ટ રમવા જશે.ત્યારે શેખ સાદબારજી મોહમદ શાહજહા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે પોતે ગરીબ પરિવારમાંથી આવે છે અને મે ખુબ મહેનત કરી છે હુ જ્યારે શરૂઆત કરતો હતો ત્યારે લોકો મને કહેતા હતા કે તુ આ રેવા દે આપડે આ ન કરી શકીયે મે લોકોનું બહુ સાંભળ્યુ છે.પરિવાર જનો નો સૌથી મોટો સપોર્ટ છે.અને સરકાર પાસે આશા છે કે તે મને થોડો સપોર્ટ કરે હુ ગાંધીનગર શાહી એકેડમી માં છુ અને સીટી બસમાં ચેકીંગ નું જોબ કરી સાથે સાથે આ રેસલિંગ ની તૈયારી કરૂ છુ અને પોતાનો ખર્ચો કાઢુ છુ.ત્યારે જો ખરેખર સરકાર દ્વારા આ યુવાન ને સપોર્ટ કરવામાં આવે તો તે ગુજરાતનું નામ પણ રોશન કરી શકે તેમ છે.

Previous articleરાજુલા ખાતે કોર કમિટિ દ્વારા તેજસ્વી તારાલાનો સન્માન સમારોહ યોજાયો
Next articleદામનગર શહેરમાં આખલાનો આતંક : પાંચથી વધુ ઘાયલ