જાફરાબાદનાં ટીંબી ખાતે સૌ પ્રથમ કૃષિમેળો ખુલ્લો મુકાયો

575

ટીંબી ખાતે સૌ પ્રથમ કૃષિમેળો પૂર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકી દ્વારા ખુલ્લો મુકાયો, જેમાં ખેતીવાડી અધિકારી ઠુમર, પટેલ, કૃષિ યુનિટના પ્રોફેસર બાવળીયાની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડનાં પ્રમુખ ચેતનભાઇ શિયાળે કહ્યું કે આ વિસ્તાર ખેડૂતો બેન્કોની પડતી મુશ્કેલીઓ હોય જે રૂપિયા કપાતા હોય આ પ્રશ્ને આપણા કૃષિ વિભાગને રાજુલા હિરાભાઇના ભાજપ કાર્યાલય ખાતે અરજી આપવા જણાવાયું તેમજ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારના ૩૨૬૦૦ ખેડૂતોને લાભ મળશે જે માર્કેટયાર્ડ ખેડૂતોને આકસ્મિક વિમા માટેનું પ્રિમિયમ ભરી અપાશે તેમજ હિરાભાિ સોલંકી એ જણાવ્યું કે ૫૦ હજારનો ખેડૂતો આકસ્મિક વિમોે મળે તે માટે હું મારા સ્વ ખર્ચેનું ફંડ ટીંબી યાર્ડમાં મુકીશ. ખેડૂતોને રૂપિયા ૫૦ હજાર માર્કટયાર્ડ અને ૫૦ હજાર મારા ફંડમાંથી મળશે. આમ કુલ એક લાખ રૂપિયાનો આકસ્મિક વિમો ટીંબી યાર્ડ જે તાલુકાના ૩૨૬૦૦ ખેડૂતોને મળશે આવી જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ તકે જૂનાગઢથી કૃષિ યુનિવર્સિટીના ખાસ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતું પાકની માવજત અને વધારે ઉપજ વિશે જાણકારી અપાઇ હતી. તેમજ આ પ્રસંગે યાર્ડના ઉપપ્રમુખ ગૌતમભાઇ વરૂ, સેક્રેટરી મનુભાઇ વાજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ નાજભાઇ બાંભણીયા, જાદવભાઇ સોલંકી, છગનભાઇ મકવાણા, વિજાણંદભાઇ વાઘેલા, વેપારી એસોસિએશન પ્રમુખ ભરતભાઇ સોની, બ્રહ્મસમાજ અગ્રણી મહાસુખદાદા ટીંબી સરપંચ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, ઉપસરપંચ મોહનભાઇ તેમજ હેમાળ સરપંચ મયલુભાઇ ખુમાણ સહિતે જેણે જેણે ગત વાયુ વાવાઝોડામાં અસરગ્રસ્તોની સેવા બજાવેત હતી.

Previous articleસીએસઆઇઆર ઇન્ટિગ્રેટેડ સ્કિલ ઇનિશિયેટીવ હેઠળ ચાર દિવસ બિન-નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન
Next articleરાણપુરમાં નવો રોડ બનાવવા ખોદેલા રોડનું કામ આઠ-આઠ દિવસથી બંધ