રાણપુરમાં નવો રોડ બનાવવા ખોદેલા રોડનું કામ આઠ-આઠ દિવસથી બંધ

526

વિકાસ થી વંચિત બોટાદ જીલ્લાના રાણપુરમાં મામલતદાર કચેરી થી પોલીસ સ્ટેશન સુધીના પ્રમુખસ્વામી માર્ગ ઉપર નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે.આ રોડ છેલ્લા આઠ દિવસથી ખોદકામ કરી નાખ્યા બાદ રોડ બનાવવાની કામગીરી બંધ કરી દેવાઇ છે.તાજેતર માં પડેલા વરસાદ ને લઈ ખોદકામ કરેલા રોડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે આ પાણીમાં અસંખ્ય મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે.મામલતદાર કચેરી ને જોડતા આ રોડ ઉપર ખોદકામ થતા અરજદારોને હાલાકીનો સામનો કરી રહ્યા છે.જ્યારે ખાસ વાત તો એ છે કે આ રોડ બનાવવાની કામગીરી તો ચાલુ કરી પણ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યુ નથી.મામલતદાર કચેરીએ દરોજ કેટલાય અરજદારો ને પોતાની કામગીરી માટે જવુ પડતુ હોય છે.પણ ડાયવર્ઝન જ નથી આપ્યુ હવે પ્રશ્ન એ રહ્યો કે અરજદારોને જવુ ક્યાંથી આથી તાત્કાલિક ડાયવર્ઝન આપી આ કામગીરી પુરી કરવા માટે લોકમાંગ ઉઠી છે.

રાણપુરમાં મામલતદાર કચેરી થી પોલીસ સ્ટેશન સુધીના માર્ગનું નામ પ્રમુખસ્વામી માર્ગ તરીકે નામાભિધાન કરેલ રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે.એક કરોડ પંદર લાખના ખર્ચે તૈયાર થનાર આ રોડ આઠ દિવસ કરતા વધારે દિવસથી ખોદી નાખતા ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાયા છે જેને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે.આ રોડ ની કામગીરી તાત્કાલિક ચાલુ કરી ઝડપથી રોડ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે..

Previous articleજાફરાબાદનાં ટીંબી ખાતે સૌ પ્રથમ કૃષિમેળો ખુલ્લો મુકાયો
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી