હિમાચલ : ૫૦૦ મીટર ઉંડી ખીણમાં બસ ખાબકી, ૩૦નાં મોત, ૨૫ ઘાયલ

417

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક બસનો અકસ્માત થયો છે. ખાનગી બસ ૫૦૦મીટર નીચે ખાબકતા ૩ની મોત થઈ છે અને ૩૦ ઘાયલ થયા છે. સ્થાનિકોના મુજબ હજુ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં આ ઘટના ગુરૂવારે બપોરે ઘટી છે. સ્થાનિક પ્રસાશન ઘાયલોની સારવાર કરાવી રહ્યું છે પરંતુ ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.દરમિયાન કુલ્લુના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતાંક ૧૫-૨૦ સુધી પહોંચવાની શક્યતા છે. અનેક લોકો બસના કાટમાળ નીચે ફસાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ બસમાં ૬૦ મુસાફરો સવાર હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો બસની છત પર પણ બેઠા હતા.

કુલ્લુ જિલ્લામાં બંજાર વિસ્તારમાં આવેલા ભેઉટ વળાંક પાસેની આ ઘટના છે. આ બસ મહાવીર પ્રાઇવેટ બસ સર્વિસની હતી. સુપ્રીટેન્ડેન્ટ ઑફ ડિસ્ટ્રિક્ટ ઘટના સ્થળે પહોંચ્યા છે. પ્રસાશન અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં જોતરાયેલા છે. આ અકસ્મતામાં ઘાયલો અને મૃતકોની સંખ્યા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં પર્વતીય વિસ્તારના માર્ગે જોખમી વળાંકો અને ઊંચાઈએ આવેલા સિંગલ પટ્ટી રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે તેમ છતાં તકેદારીના અભાવે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.

Previous articleભારે ઉત્સાહ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તૈયારી
Next articleરાહુલ રાજીનામાને લઇને મક્કમ : ગેહલોત ફેવરિટ