બીએમએસનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાવનગરનાં રાજેશ મંડળીની વરણી

464

 

ભારતીય સ્વાયત્તશાહિ કર્મચારી મહાસંઘમાં ભાવનગર મહાપાલિકામાં ફરજ બજાવતા રાજેશભાઇ પી. મંડળીની ઓલ ઇન્ડીયાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉદયપુર રાજસ્થાન ખાતે યોજાયેલ અધિવેશનમાં નિયુક્ત કરેલ. બાબતે ઉલ્લેખનીય છે કે ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાંથી કેન્દ્રમાં સ્થાન પામનાર રાજેશભાઇ પી. મંડળી પ્રથમ નિયુક્ત થયેલ, તે બાબતે મહાનગરપાલિકા, કર્મયોગીઓમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી ગયેલ છે. ભારતમાં કુલ ૨૯ રાજ્યોમાંથી ૧૮ રાજ્યોમાં ભારતીય સ્વાયત્તશાશીના કર્મયોગીઓના પ્રશ્નોને વાચા આપવા સંગઠન કાર્યરત છે. રાજેશ પી. મંડલી હાલમાં પશ્ચિમ ક્ષેત્ર ઘરવેરા વિભાગમાં રીકવરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. અને ભારતીય મજદુર સંઘમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યકર્તા છે. બાબતે મેયર મનભા મોરી, ડેપ્યુટી મેયર વિરોધ પક્ષના નેતા, ભાજપ શહેરના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટર મહાનગરપાલિકા ભાવનગરના અધિકારીઓ તથા કર્મયોગીઓ, નોકરીયાત સભાના કાર્યકર્તા, લેબર એડવોકેટ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના બીએમસી કમીટીના ચેરમેન શુભેચ્છા પાઠવેલ.

Previous articleહજારો લોકોની હાજરીમાં કોહલી તેમજ રૂપાણી યોગમાં સામેલ થયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે