અફઘાન અને બાંગ્લા વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

535

વર્લ્ડ કપમાં આવતીકાલે કિલર સાબિત થઇ રહેલી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે. બાગ્લાદેશની ટીમ વધારે ફેવરીટ દેખાઇ રહી છે. કારણ કે આ ટીમ દરેક ટીમને જોરદાર લડત આપી ચુકી છે. સાથે સાથે અપસેટ પણ સર્જી ચુકી છે. શાકીબ અલ હસન વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરનાર બેટ્‌સમેનોની યાદીમાં સામેલ રહ્યો છે. આવી સ્થિતીમાં તેની પાસેથી જોરદાર દેખાવ કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશના તમામ ટોપ ખેલાડી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે. અફઘાનિસ્તાનની ટીમમાં પણ કેટલાક સારા ખેલાડી હોવાથી મેચ રોમાંચક બની શકે છે. અફઘાનિસ્તાને છેલ્લી મેચમાં ભારતની સામે જોરદાર લડત આપી હતી.

આવતીકાલે મેચમાં કોણ વિજેતા બને છે તેના પર તમામ ચાહકોની નજર રહેશે. કારણ કે બંને ટીમો વર્લ્ડ કપમાં નિર્ણાયક અને જોરદાર દેખાવ કરીને તમામનુ ધ્યાન ખેંચી રહી છે. પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે.  ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. મેચ ખુબ રોમાંચક બને તેવા સંકેત છે.  બંને ટીમો નીચે મુજબ છે.

અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન,  શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.

બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ.

Previous articleવધારે પડતી અપીલ બદલ કોહલીને થયેલો જંગી દંડ
Next articleધોનીએ યોર્કર ફેંકવા માટે કહ્યુ હતું : શામીનો ધડાકો