તા.૨૪-૦૬-ર૦૧૯ થી ૩૦-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

746

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર અંગે નું ભ્રમણ મંગળ બુધ અને ગુરૂ ગ્રહનો બંધન યોગ યથાવત અશુભ ફળ આપે છે અને સપ્તાહના મધ્યભાગથી પરાક્રમસ્થાનથી ભાગ્ય સ્થાનમાં કાળસર્પયોગ બને છે તેવી છ માસ માટે વધુ મહેનત થોડી સફળતા મળી શકે છે. મહત્વના નિર્ણયો સ્વયં જ કરવા. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષની ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે ગુરૂવારના વ્રત અને ગણતપિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ ગ્રહની પનોતીનો કપરો સમય અને સપ્તાહના અંતથી છ માસ માટે ધનસ્યાનથી આયુષ્ય સ્થાનમાં અશુભ કાળસર્પ યોગ ભ્રમણ કરે છે. તેથી વાણીવર્તન અને વ્યહારમાં નમ્રતા કેળવીને કાર્યોમાં એકાગ્રતા કેળવવાથી જ કાર્ય સફળતા મળશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનમાં ધીરજ ધરશો તો જ લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિત્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર અંગેનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્ય રાહુ અને સપ્તાહના અંતથી શુક્ર પણ આપની રાશીમાં પ્રવેશ કરશે અને અશુભ કાળસર્પયોગનું સર્જન થશે. તેથી કાલ્પનીક  ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરશો તો જ કાર્ય સફળતાના યોગ મળી શકશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની, ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે, આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર થી વ્યયસ્થાનમાં રાહુ સૂર્ય અને શુક્રનું ભ્રમણ અશુભ કાળસર્પ યોગનું નિર્માણ કરે છે. માટે છ માસ માટે આર્થિક માનસીક અને શારીરીક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. જન્મના ગ્રહો અને ઇશ્વરના આશીર્વાદ હશે તો જ સફળતા મળશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહિ સિક્કા બાબતમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષની અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચિ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર અંગેનું ભ્રમણ જન્મથી ચંદ્રથી ગુરૂગ્રહનો બંધન યોગ અને લાભ સ્થાનથી બુદ્ધિસ્થાનમાં અશુભ કાળસર્પયોગનું સર્જન કાર્ય સફળતાનો યોગ જરૂર આપશે. માત્ર મહત્વના કાર્યો અને નિર્ણયો સ્વહસ્તે કરવા જરૂરી છે. અન્યની સલાહથી નુકશાની થઇ શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સંસ્કાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષની ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં અને સુખ સ્થાનથી કર્મસ્થાનમાં અશુભ કાળસર્પયોગના સમયમાં પણ કાર્ય સફળતા મળી શકે છે. માત્ર મોટા અને ખોટા પ્રલોભનોથી દૂર રહીને વાસ્તવિક પરિસ્થિતિમાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનિચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહનું ભ્રમણ જન્મના ચંદ્રથી ભાગ્યસ્થાનમાં સપ્તાહના મધ્યભાગથી ભાગ્યસ્થાનથી પરાક્રમ સ્થાનમાં અશુભકાળ સર્પયોગનું સર્જન થાય છે. તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી નિરપેક્ષ ભાવના અને એકાગ્રતા કેળવવાથી જ લાભ થશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો એન વડિલોના સહકાર મળશે. ભાઇ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે શુક્રવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી આયુષ્ય સ્થાનમાં રાહુ સૂર્યના અશુભ બંધન યોગમાં શુક્ર પણ સપ્તાહના અંતથી પ્રવેશ કરશે. જેથી ધન સ્થાનથી આયુષ્ય સ્થાનમાં અશુભકાળસર્પયોગનું સર્જન થાય છે. તેથી જે પરિસ્થિતિ છેતે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇમાં ઉતાવળા નિર્ણયો ન કરવા. પત્ની અને ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઇ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સપ્તમ ભાવમાં અશુભ કાળસર્પયોગ અને રાશી પતિ ગુરૂનો બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. જન્મના ગ્રહો અને કર્મો શુભ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. નહીં તો જે છે તે પણ ગુમાવવું પડી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની, ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષની ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રોગ શત્રુ સ્થાનમાં મળતો અશુભ કાળસર્પ યોગ યથાવત નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. જન્મનો શનિ બળવાન હશે તો કપરા સમયમાં પણ સફળતા મળી શકશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. રપત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના અંતથી સંતાન સ્થાનથી લાભ સ્થાનમાં કાળસર્પયોગનું અશુભ સર્જન મળે છે. તેથી અચાનક કાર્યોમાં સફળતા મળવાના યોગ પૂર્ણ થાય છે. તેથી શેખચલ્લીના વિચારોમાંથી બહાર આવીને વાસ્તવિકતામાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું  આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો વિદ્યાર્થીઓ માટે મિત્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના અંત સમયથી અગ્નિ પરિક્ષા આપી શકે છે. તેથી ઉતાવળા સાહસો અને નિર્ણયો નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. માત્ર ભાગ્યસ્થાનમાં ગુરૂગ્રહ યેન કેન પ્રકારે લાભ આપે છે. તેથી હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. વિશ્વાસ જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleસિહોર સંપ્રદાય ઔ.અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિની ચૂંટણી યોજાઇ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે