કરાઇ ગામમાં દરેક ઘરના આંગણે બે રોપાનું વાવેતર

552

કરાઇ ગામમાં દરેક ઘરના આંગણે બે રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ગામની શાળામાં, ગામની ખુલ્લી જગ્યામાં વૃક્ષોના રોપાની વાવણી કરીને ગ્રામજનો દ્વારા ઉછેરીને ગામને હરીયાળું બનાવવાની પહેલ શરૂ કરી છે. કરાઇની જેમ હવે પછી લિંબડિયા ગામમાં પણ ઘર દીઠ રોપાની વાવણી કરવામાં આવશે. પર્યાવરણને બચાવવા વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું અભિયાન લિંબડિયા કરાઇ ગૃપ ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયું છે. જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગથી દરેક ઘરના આંગણે બે વૃક્ષોના રોપા વાવીને ઉછેરની પહેલ શરૂ કરી છે. આ અભિયાનમાં ગ્રામજનોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાનું સરપંચ હર્ષદભાઇ પટેલે જણાવ્યું છે.

વિકાસના નામે વૃક્ષોને આડેધડ કાપીને પર્યાવરણને નુકશાન કરવામાં આવી રહ્યું છે. પરિણામે તેને પરિણામે ઓઝોન પડમાં ગાબડું પડ્‌યું છે.

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધવાથી દર વર્ષે ઉનાળામાં ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. અને વરસાદ ઘટી રહ્યો છે. ત્યારે હવામાનમાં થયેલા ફેરફારની પાછળ પર્યાવરણનું નિકંદન જવાબદાર છે. ત્યારે પર્યાવરણને બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી. પરંતુ દરેક નાગરિક પણ જો વૃક્ષોનું જતન કરી તેનો ઉછેર કરે તો પર્યાવરણને લગતી સમસ્યાઓનો જડમૂળમાંથી અંત આવી શકે છે.

કરાઇ ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં, ગામની ખુલ્લી જગ્યામાં તેમજ ખેતરના શેઢા ઉપર વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અંદાજે ૫૦૦ જેટલા વૃક્ષોના રોપાનુ વાવેતર કરવામાં આવ્યું હોવાનું ગામના સરપંચે જણાવ્યું છે.

Previous articleલેકાવાડામાં નદીમાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો
Next articleપહેલા વરસાદે અમદાવાદને અસ્તવ્યસ્ત બનાવ્યું