માદક દ્રવ્યો વિશે આપણે આપણા સંતાનોને કેટલી હદે માહિતગાર કર્યા !

1054

અત્યારના સમયમાં વ્યસન એક ફેશન બની ગઇ છે. અને વ્યસનમાં વ્યક્તિનું એટલી હદે વ્યક્તિ નું અધપતન થઈ જાય છે કે, તેને ખબર પણ હોતી નથી કે તે કેટલી ઊચાઇ પર હતો અને કેટલી નીચે ખીણ માં ખાબકી ગયો છે.શરૂઆતના સમય વ્યસન એક શોક માટે આપણે કરતા હોઈએ, છીએ પણ સમય જતાં કરેલો શોખ આપણા માટે એક મુસીબત બનીને સામે હોય છે. સ્કૂલ કોલેજમાં અત્યારે ટીનેજર  એટલી હદે વ્યસન કરે છે કે, ના પૂછો વાત. બાળક સવારે મમ્મી પપ્પાને કોલેજ જવાનું કહીને કોલેજ જાય છે, અને કોલેજમાં હેરોઇન અને  ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું  સેવન કરીને પીસચી આનંદ માણે છે, આ આનંદ તેમના પરિવાર ઉપર સમય જતાં એક મુસીબત બની જાય છે, અને એવી મુસીબત બની જાય છે કે તેમાંથી પોતાના બાળક બહાર કાઠવુ થોડું મુશ્કેલ હોય છે.

આ ડ્રક્સ અને હિરોઇન જેવી વ્યસન કરતા બાળકોમા આપણે અને આપણા મા-બાપ જવાબદાર હોય છે. કેમકે  મા બાપ પૈસા કમાવવાની આંધળી દોટ મુકી છે, પણ કોના માટે તમારો છોકરો કે છોકરી શું કરે છે તેની તમને ખબર છે, ના તો પછી આ રૂપિયા કોના માટે કમાવ  છો, આ તમારો  એક નો એક  લાડકવાયો છોકરો જ ના હોય  તો, આ એક  આપણા માટે કલ્પના બહારની વાત છે, પણ સત્ય હકીકત છે,  જે આજે આપણી જાણવી જરૂરી છે, તમને કહું છું કે તમારા બાળકો  સ્કૂલ અથવા કોલેજમાં જાય તો તેમની એક અઠવાડિયા એક વખત સરપ્રાઈઝ સ્કૂલ કોલેજ મુલાકાત અવશ્ય લેવી, તો તેને ખબર પડે કે  મારા  પિતાજી ગમે ત્યારે સ્કૂલ માં આવી શકે છે, આથી  વ્યસન કરતા સો વાર વિચાર કરશે, અને તેનું  મિત્રવર્તુળ  કેવું છે એ પણ  તપાસ કરવી એક વાલી તરીકે મુખ્ય ફરજરૂપ  હોય છે.

આજનું યુવાધન દારૂ ડ્રગ્સ અને હેરોઇન ના નશામાં એટલું બધૂ ચકનાચૂર છે, કે તમારા મારા જેવા વડીલોની વાત માનવા તૈયાર નથી, જ્યારે તેમને સમજણ પડે છે, ત્યારે તેમનો સમય પતી ગયો હોય છે. એટલે જ કહેવાય છે કે “સમય બડા બલવાન” વડીલોની કેમ વાત સાંભળવી જોઈએ તેના પાછળ એક લોજીક છે, અને એ લોજીક એવું છે કે,વડીલો પાસે તેમના જીવન  વિતાવેલા સમયની કોઠાસૂઝ જ્ઞાન હોય છે. તેથી આપણને તેમના અનુભવ આધારિત જ્ઞાન આપી આપણને એક સામાજિક અને સાંસ્કૃતિક રસ્તે દોરી શકે છે. હમણાં આ સમયમાં ભારત દેશ ડ્રગ્સ વિભાગના આંકડા અનુસાર ૧૦૦ ટકા યુવાધન માંથી ૧૦ ટકા યુવાધન  વ્યસન પાછળ જિંદગી વેડફી નાખી છે. ભગવાનને આપણને જીવન સુખ અને સમૃદ્ધિપૂર્ણ  આનંદમય જીવન  જીવવા માટે જીવન આપ્યું હોય છે. પણ તેને આપણે કુદરત ના નિયમ વિરુદ્ધ જઈને વ્યસન કરીએ તો આપણાં જીવન નો દુઃખમય નાશ થવું નિશ્ચિત છે.

આપણે ઘણી વખત વડીલો પાસે એવું સાંભળ્યું છે વ્ય.સન થી આપણે દુર રહેવું જોઈએ. દુનિયા માંથી મળતી તમાકુમાં એક ઝેરી દ્રવ્ય હોય છે, જે નિકોટીન સ્વરૂપે હોય છે. તમાકુ ખાવાથી કેન્સર થવાના ૧૦૦ ટકાના ચાન્સ વધી જાય છે. પ્રાણી પણ તમાકુ ખાતા નથી એવું એક પણ પ્રાણી તમારા ધ્યાન માં  હોય તો મને ચોક્કસથી જણાવશો પણ માણસ સિવાય હોં !.

ભારત સરકારે શરીરમાં નુંકશાન કરતા ડ્રગ્સ ને સંપૂર્ણપણે બંધ કરાવી દેવું જોઈએ,પણ તેમાં જે દવા ના ઉપયોગ લેવાય છે  તેવું  ડ્રગ્સ ઓનલાઇન અને બજારમાં દલાલો મારફતે પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. તેના પર જો સંપૂર્ણ નિયંત્રણ આવે તો યુવાધનને  ડ્રગ્સ પાછળ જતું અટકાવી શકાય છે. અત્યારેઓનલાઇન મળતી ઇ સિગારેટથી યુવાધન વધુ આકર્ષિત થાય છે, પણ ગુજરાત સરકારે તેના ઉપર બેન મૂક્યો છે આ એક સરાહનીય બાબત છે હા છેલ્લે એટલું જ કહીશ કે,

“પહેલું  સુખ તે જાતે નર્યા”

Previous articleવૃદ્ધાવસ્થાનાં વ્યાધિઓનાં ટૂંકસાર
Next articleબળદગાડામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ