બાબરામાં બેઈચ વરસાદથી નદી વિસ્તારમાં ભરાતી બુધવારી બઝારના વેપારીઓ મુંઝાયા

659

બાબરા તાલુકા ત્રુટક ત્રુટક વરસાદ બાદ આજે બપોર બાદ મોસમ નો પ્રથમ નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડૂતો ના હૈયે ટાઢક સાથે સર્વત્ર વાવણી કાર્ય પુરજોશ માં થવા ના એંધાણ વર્તાયા છે. તો બીજી તરફ બાબરા કાળુભાર નદી ના વિસ્તાર સહિત પુલ ઉપર ભરાતી બુધવારી અઠવાડિક બઝાર માં દુર દુર થી  જુના નવા સર સામાન કપડા હોઝયરી વિગેરે નો વેપાર કરવા આવતા નાના વેપારી ભાઈ બહેનો એ ચાલુ વરસાદી વાતાવરણ નો મિજાજ પારખી અને પોતપોતાનો સમાન બુધવારી બઝાર માંથી સમેટી અને પોતાના રહેઠાણ તરફ નીકળી પડ્યા હતા. આજે બપોર બાદ એક કલાક વરસેલો વરસાદ ૪૨ મીમી નોંધાયો છે જયારે તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં ઓછા વધુ વરસાદ ના સમાચાર મળી રહ્યા છે. તાલુકા માં આગોતરી ઓરવણું કરી થયેલી વાવણી વાળા ખેતરો માં વરસાદી પાણી ભરાયા હતા અને અમુક વિસ્તારો માં નાના ચેક ડેમો માં પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તાલુકા ના જામબરવાળા ગલકોટડી ખાખરીયા કરીયાણા ચમારડી સહિત માં સારા વરસાદ ના વાવડ મળી રહ્યા છે હજુ પણ વરસાદી વાતાવરણ સાથે આકાશી ગોરંભો યથાવત હોવાનું દેખાઈ આવે છે

Previous articleરાજુલા-જાફરાબાદના સાંકડા રસ્તાઓ, પુલ મોટા કરી ઓવરબ્રિજ બનાવવા માંગ
Next articleતળાજાના ફુલસર વાવડી ગામે સરતાનપરના આધેડનો આપઘાત