વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, બન્યો પહેલો એશિયન કેપ્ટન

848

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિશ્વ કપ ૨૦૧૯ની ૩૪મી મેચમાં વિરાટ કોહલીએ જ્યારે પોતાની અડધી સદી પૂરી કરી તો તે ભારતનો પહેલો એવો કેપ્ટન બની ગયો છે જેણે વિશ્વકપમાં સતત ચાર મેચોમાં ૫૦થી વધુ રનની ઈનિંગ રમી છે.

વિરાટ કોહલીએ ૫૫ બોલમાં ૫૦* રન બનાવ્યા, જેમાં ૬ ચોગ્ગા સામેલ હતા. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરુદ્દીનની વિશ્વ કપમાં સતત ત્રણ અડધી સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

એટલું જ નહીં, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે વિશ્વ કપમાં સતત ૪ વખત ૫૦થી વધુની ઈનિંગ રમી છે.

આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત ૪ વખત ૫૦ રનથી વધુની ઈનિંગ રમી છે.

Previous articleશ્રીલંકા-દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક વન ડે જંગ થઇ શકે
Next articleઆરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદાને વધારવા ફરી અપીલ