કેટરીના કેફ પાસે હાલમાં સુર્યવંશી ફિલ્મ હાથમાં છે

708

કેટરીના  કેફ ભારત ફિલ્મની સફળતા બાદ ભારે ખુશ દેખાઇ રહી છે. સલમાન ખાનની સાથે તેની જોડીને લોકોએ પસંદ કરી હતી. હવે વિતેલા વર્ષોમાં જોરદાર કેમિસ્ટ્રી જગાવી દીધા બાદ કેટરીના કેફ અક્ષય કુમારની સાથે વધુ એક ફિલ્મમાં કામ કરી રહી છે. સુર્યવંશી નામની ફિલ્મ ૨૭મી માર્ચ ૨૦૨૦ના દિવસે રજૂ કરાશે. ૨૦૨૦માં બકરી ઇદના દિવસે તેની રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ સુર્યવંશી રજૂ કરવામાં આવનાર છે. બંને ફિલ્મોમાં મોટા સુપરસ્ટાર હોવાના કારણે તેને લાભ થનાર છે.કેટરીના બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી તરીક રહી છે. કેટરીના કેફ દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવા માટે આશાવાદી બનલી છ. તેની પાસે કેટલીક ફિલ્મ પણ આવી રહી છે. જો કે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.  સુપરસ્ટાર મહેશ બાબુ અને કેટરીના કેફની જોડી હવે એક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના નામ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. નિર્દેશક સુકુમાર પોતાની આગામી ફિલ્મમાં આ બંને સ્ટારને સાથે લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના ટાઇટલને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે ટુંકમાં આ અંગે જાહેરાત કરીને વિવાદનો અંત લવાશે. મહેશ બાબુ અને કેટરીના કેફની જોડીને લેવાનો નિર્ણય તો કરવામાં આવી ચુક્યોછે. ફિલ્મમાં કામ કરવા માટે મહેશ બાબુ પહેલાથી જ તૈયારી દર્શાવી ચુક્યો છે. જો તમામ બાબતો નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધશે તો ૧૦ વર્ષના ગાળા બાદ કેટરના કેફ ત્રીજી તેલુગુ ફિલ્મમાં નજરે પડશે. કે આ પહેલા વેંકટેશ દુગ્ગુબાતીની સાથે મલિશ્વેરીથી વર્ષ ૨૦૧૪માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી ગઇ હતી.

Previous articleચોરીના ગુનાના આરોપી પાસેથી પૂછપરછમાં દાગીના, રોકડ મળી રૂા.૭.૨૨ લાખની રીકવરી
Next articleરિતિક રોશન હવે એક્શન ફિલ્મ કરવા માટે સુસજ્જ