ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રોચક જંગ ખેલાશે

600

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે  હવે આવતીકાલે ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે સૌથી રોમાંચક મેચ પૈકી એક મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડની ટીમ હવે ખુબ મુશ્કેલ તબક્કામાં આવી ગઇ છે. તેને સેમીફાઇનલમાં પહોંચી જવા માટેની આશાને જીવંત રાખવા માટે કોઇ પણ કિંમતે ભારત સામેની મેચ જીતવી પડશે. કારણ કે ઇંગ્લેન્ડની શરૂઆતમાં સારો દેખાવ કર્યા બાદ ત્રણ હાર થઇ ચુકી છે. ઇંગ્લેન્ડે હજુ સુધી સાત મેચો રમી છે જે પૈકી ચારમાં તેની જીત થઇ છે અને ત્રણમાં હાર થઇ છે. તેનાં આઠ પોઇન્ટ રહેલા છે. આવી સ્થિતીમાં તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. બીજી બાજુ ભારતે છ મેચ પૈકી પાંચમાં જીત મેળવી તમામ ટીમો કરતા વધારે સારો દેખાવ કર્યો છે. તે ૧૧ પોઇન્ટ ધરાવે છે. ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. છેલ્લી મેચમાં ધોનીએ જોરદાર દેખાવ કર્યા બાદ ચાહકો હવે ફરી રોમાંચક દેખાઇ રહ્યા છે.  ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં કોઇ પણ મેચ ગુમાવી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય  ટીમ વર્લ્ડ કપમાં અપરાજિત રહેવાના તેના ટ્રેક રેકોર્ડ સાથે આગળ વધવા માટે તૈયાર છે. હજુ સુધી રમાયેલા વર્લ્ડ કપમાં બંને દેશોના  દેખાવની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ બરોબર રહ્યા છે. બંને ટીમોએ ત્રણ ત્રણ મેચો જીતી છે. જ્યારે એક મેચ ટાઇ રહી છે. રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, અને રાહુલ પર મુખ્ય આધાર રાખીને ભારતીય ટીમ આગળ વધશે.  ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓને જોરદાર દેખાવ કરીને આગળ વધવુ પડશે. ભારતની સામે જીત મેળવી લેવા માટે ૧૦૦ ટકા દેખાવ કરવાની જરૂર રહેશે. આવી સ્થિતીમાં તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રાહુલ પણ જોરદાર દેખાવ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.   ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમનાર છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.   ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ભારતીય અંતિમ ઇલેવનની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.ભારતીય ટીમમાં ફેરફાર થઇ શકે છે. ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ માહિતી મળી નથી. બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.

Previous articleરિચા ચડ્ડા લાંબા સમય સુધી એક્ટિંગ નહીં કરે
Next articleલાંબી ઇનિંગ્સ નહીં રમવાથી નિરાશ છું, ચિંતિત નહીં : રાહુલ