બાબરા ખાનકા એ પંજેતન પાક ખાતે શેક્ષણિક સેમીનાર યોજાયો.

477

બાબરા ખાતે હિંદુ મુસ્લિમ કોમી એકતા ના પ્રખર હિમાયતી પીર સૈયદ સોયબબાપુ કાદરી દ્વારા તા ૨૧ ની રાત્રે સામાજિક રાહ ચીંધવા અને સમાજ માં શિક્ષણ નો પાયો બળવતર બનાવવા ના ભાગ રૂપે પોતાના ખાનકા એ પંજેતન પાક ખાતે ભવ્ય શેક્ષણિક સેમીનાર નું આયોજન કરેલ હતું મુસ્લિમ સમાજ ના વિવિધ ધર્મગુરૂ ઓની ઉપસ્થિતિ માં બાબરા સહિત આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તાર માંથી ૮૦૦ થી વધુ શિક્ષણ પ્રેમી ભાઈ બહેનો એ કાર્યકર્મ માં ભાગ લીધો હતો.

આયોજક પીર સૈયદ સોયેબબાપુ ના જણાવ્યા સેમીનાર કાર્ય માં મુખ્ય મહેમાન તરીકે ધર્મગુરૂ પીર સૈયદ નીજામુદીનબાપુ અમરેલી પીર સૈયદ મુનીરબાપુ કાદરી સાવરકુંડલા પીર સૈયદ જાકીરહુસેન બાપુ કાદરી અમરેલી પીર સૈયદ મહેબુબ રહેમાન બાપુ કાદરી અમરેલી

જયારે અતિથી વિષેસ તરીકે ઈબ્રાહીમ કુરેશી નિયામકશ્રી,અંજલીબેન રઘુવંશી વિશ્વભરી વિશ્વ વિદ્યાપીઠ,ઇકબાલભાઈ ડરૈયા,વાસીમભાઈ બેલીમ રસીદભાઈ જેજા બાઉભાઈ ચુડાસમા દિલસાદભાઈ શેખ હાજી અલારખભાઈ બિલખીયા નાજબીનબેન દલ સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઇનુષભાઈ ગોગદા,ઉપપ્રમુખ રહીમભાઈ અજમેરી જીતુંભાઈ જલવાણી  ને આમંત્રિત કરવા માં આવ્યા હતા.

સેમીનાર માં મુખ્યત્વે સમાજ માં દિન બ દિન શિક્ષણ પરત્વે ઘટતી જતી વૃતિ ના કારણે વિદ્યાર્થી જીવન બરબાદી તરફ ધકેલાવા લાગ્યું છે અને મોબાઈલ ઇન્ટરનેટ યુગ સાથે કદમ મિલાવવા સારી વાત છે પણ  સાથો સાથ બિનઉપયોગી ગેમ વલ્ગર વિડીઓ થી યુવાધન ખોખલું થવા આગળ વધી રહ્યું છે.

Previous articleરાજુલા હોમગાર્ડ કમાન્ડર ટીલાવતનો વિદાય સમારોહ
Next articleગઢડા, દામનગર સહિત પંથકમાં સર્વત્ર વરસાદ