કરચલીયા પરા, શિવનગરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો

635

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ક.પરા શિવનગર પોપટનગરમાં દુર્ગેશભાઇ ઉર્ફે દુટાળો સુરેશભાઇ મકવાણા ઉવ. ૩૧ રહે. ક.પરા ચીમનલાલનો ચોક ભાવનગર વાળો જુગારનો અખાડો ચલાવે છે. અને જુગાર રમવા સારૂ બહારથી ઇસમોને ભેગા કરી તિનપતીનો જુગાર રમાડી જુગાર રમવા સારૂ પુરી સવલત પુરી પાડી નાળ પેટે પૈસા ઉઘરાવે છે. જે હકિકત આઘારે આજરોજ બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા કુલ ૧૫ ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવેલ જેમાં, અનિલભાઇ ભુપતભાઇ ચૈાહાણ, જીતુભાઇ જેન્તીભાઇ ગોહેલ,  સંજયભાઇ ઘનજીભાઇ સોલંકી, વિકકીભાઇ રમેશભાઇ વાઘેલા, સંતોષભાઇ ભુપતભાઇ મકવાણા,  ભરતભાઇ ઉર્ફે માખો છનાભાઇ વાજા, અલ્પશેભાઇ ખુશાલભાઇ પરમાર, મિતભાઇ ઉર્ફે દાતાળો ઘીરૂભાઇ ગોહેલ, ઘનસુખભાઇ ઉર્ફે સોનું નરેશભાઇ મકવાણા, સુનીલભાઇ  ઉર્ફે કાળુ સોમજીભાઇ ચૈાહાણ, સાગરભાઇ ચરતભાઇ વાજા, ઘનજીભાઇ આતુભાઇ ગુજરીયા, હસમુખભાઇ ઉર્ફુ કાકુ નાથુભાઇ સોલંકી, અક્ષયભાઇ ભરતભાઇ વાજા, દુર્ગેશભાઇ ઉર્ફે દુટાળો સુરેશભાઇ મકવાણા મળી આવેલ.  તમામ ઇસમો પાસેથી રોકડ રૂ. ૫૭,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ. ૧૩,૦૦૦/- તથા વાહન નંગ-૦૩ કિ.રૂ.૯૫,૦૦૦ /- મળી કુલ કિ.રૂ. ૧,૬૫,૯૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો એ જુગાર ધારા કલમ-૪/૫ મુજબ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા એ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleરથયાત્રા માટે પ્રસાદીની સફાઇ
Next articleપીથલપુરની શાળામાં માટીથી વિવિધ વસ્તુનું પ્રદર્શન યોજાયું