હુમા કુરેશીની લીલા સિરિઝ ફેન્સને પસંદ આવી

640

અભિનેત્રી હુમા કુરેશીની હાલમાં જ રજૂ કરવામા ંઆવેલી લીલા સિરિઝ ચાહકોને ખુબ પસંદ પડી છે. આના કારણે હુમા ભારે ખુશ દેખાઇ રહી છે. વેબ સિરિઝ સુપરહિટ થયા બાદ હુમાએ આ અંગે વિસ્તારપૂર્વક વાત કરી છે. તેનુ કહેવુ છે કે લીલા નામની વેબસિરિઝમાં કામ કરતી વેળા અનેક પ્રકારની તકલીફ આવી હતી. આ સિરિઝને દિપા મહેતા દ્વારા નિર્દેશન કરવામાં આવ્યા બાદ આની લોકપ્રિયતા વધી રહી છે. નેટફ્લિક્સની આ સિરિઝના શુટિંગ દરમિયાન અનેક પ્રકારની  સમસ્યા આવી હોવાની વાત હુમા કુરેશીએ કરી છે. તેનુ કહેવુ છે કે તેની સામે કેટલીક સમસ્યા આવી હતી. તે આ સિરિઝ દરમિયાન અનેક વખત ભયાનક સ્થિતીમાંથી પસાર થઇ હતી. તેની સ્કીનમાં પણ સમસ્યા આવવા લાગી ગઇ હતી. તેને પોતાની સ્કીનની સારવાર કરાવી લેવાની જરૂર પડી હતી. અભિનેત્રીએ કહ્યુહતુ કે લીલાનુ શુટિંગ માત્ર શારરિક રીતે જ નહીં બલ્કે માનસિક રીતે પણ પડકારરૂપ હતુ. સાથે સાથે ભાવનાશીલ રીતે પણ પડકારરૂપ ભૂમિકા હતી. એક દિવસે તેને એક સીન કરવા માટે ઉલટી કરવાની જરૂર હતી જેથી કેટલીક ખરાબ ચીજ ખાઇ લેવાની ફરજ પડી હતી. તેને ગંદા પાણીમાં પણ જવાની જરૂર હતી.દરેક દિવસ તેના માટે ટોર્ચર જેવી સ્થિતી હતી. તેનુ કહેવુ છે કે તેના નિર્માતા અને નિર્દેશકો ખુબ સારા હતા. કારણ કે એક શાનદાર હોટેલમાં રહેવાની તક તેને શુટિંગ દરમિયાન મળી હતી. હુમા કુરેશી બોલિવુડમાં તેની શાનદાર એક્ટિંગના કારણે જાણીતી રહી છે. તે અનેક યાદગાર રોલ કરી ચુકી છે. ગેગ્સ ઓફ વાસેપુર મારફતે હુમા કુરેશીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બાદ તે કેટલીક યાદગાર ફિલ્મ કરી ચુકી છે. તેની પાસે અનેક પ્રોજેક્ટ હજુ પણ હાથમાં છે. હુમા કુરેસી બોલિવુડમાં એક  દમદાર સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. અક્ષય સાથે જોલી એલએલબીમાં તેની કોમેડી પણ શાનદાર રહી હતી. તે અન્ય ફિલ્મોમાં પણ તેની કુશળતા દર્શાવી ચુકી છે.

Previous articleપ્રિયંકા ચોપડા સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે છે
Next articleભારતને ફટકો : વિજય શંકર પણ હવે ટીમથી બહાર થયો