ઇસ્કોન મેગા સીટીમાં સોસાયટીના સભ્યો દ્વારા ૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

554

રવિવાર સવારે ૩૦ જુનના રોડ ઇસ્કોન મેગાસીટી ઓનર્સ એસોસિએશન દ્વારા ઇસ્કોન મેગાસીટીમાં ૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ ગ્રીનસીટીના દેવેનભાઇ શાહ, કિલોનભાઇ મહેતા ઉપરાંત સોસાયટીના હોદ્દેદારો તથા સોસાયટીના તમામ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ બકુલભાઇ દેવાણી, પલકભાઇ ભાવસાર, જયેશભાઇ આંવ વિગેરે હોદ્દેદારો દ્વારા આ વૃક્ષારોપણનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીની ઇનામી યોજનાની જેમ સોસાયટીએ સભ્યો માટે વૃક્ષારોપણ માટે ઇનામી યોજના રાખી હતી. આ તબક્કે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠએ તમામ નગરજનોને તા.૩૧ જુલાઇ સુધી વૃક્ષારોપણ કરી ગ્રીનસીટીની વૃક્ષ વાવો ઇનામ જીતો  યોજનામાં સામેલ થવા અનુરોધ કર્યો હતો.

Previous articleબરવાળામાં કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleજિલ્લા વહિવટી તંત્ર ભાવનગર દ્વારા ‘સ્ટેટીસ્ટીક્સ ડે’ ની ઉજવણી કરાઇ