ગારીયાધાર મામલતદાર કચેરીમાં વિજપ્રવાહ ખોરંભાતા વ્યાકુળ

726

ગારીયાધાર શહેરમાં નવનિર્મિત આધુનિક સુવિધાઓ ધરાવતા બિલ્ડીંગમાં મામલતદાર કચેરીનું સ્થળાંતર તો થયું સાથો સાથ સમય જતાં તંત્રની વ્યવસ્થાપનની ખામીઓ પણ લોકોને જોવા મળી જેમકે આજરોજ પાવરકાપ થતા કચેરીમાં જનરેટર સુવિધા હોવા છતાં જનરેટર લાંબા સમય સુધી ચાલુ ન કરાતા અરજદારો ગરમીના શેકાયા હતા. વળી સાથો સાથ કોમ્પ્યુટર લક્ષી કામગીરીઓ પણ અટકેલી પડેલી દેખાય હતી. જેને કારણે અરજદારોને વિલા મોં એ બેસી રહેવાના જ દિવસે તંત્રની ખામીઓને લીધે જોવા પડ્યા હતા. નોંધનીય બાબત છે કે જુની માલતદાર કચેરી માં સુવિધાના અભાવે તથા જગ્યાની સંકડાશને કારણે અરજદારોને થતી હાલાકીનો સામાજિક તથા રાજકીય આગેવાનો તેમજ નેતાગણને કારણે દુર થઇ પરંતુ આજરોજ છતી સુવિધામાં પણ અરજદારોને જનરેટર જાણે સોભાના ગાંઠીયાની જેમ પડેલું દેખાયું હતું. અને જેના પાપે બિચારા અરજદારો કે જેમણે પોતાના કામધંધા તેમજ રોજગારો પડતા મુકી સરકારી કામો માટે આવેલ તે તમામના મહામૂલ્ય સમયની વેડફાટ ચોક્કસપણે થયેલી ખુદ કેટલીક અરજદારોના ં મુખે સાંભળેલ. આમ તંત્ર ખૂદ મોટે ઉપાડે  ઉદ્દઘાટનોમાં પોતાની સુવિધાઓ તતા સિદ્ધિઓનું વર્ણન ચોક્કસ પણે કરે છે. જ્યારે વ્યવસ્થાપનના અભાવે પ્રજાને જ હાલતા દિવસોમાં ભોગવવું પડેલ છે. અને આ તમામ પરિસ્થિતિ જોવા દરવાજા મોકળા પરંતુ ખાળે ડુચા જેવી સ્થિતિ દેખાય રહેલ છે.

Previous articleબદલી થતાં શિક્ષકની શાળાના બાળકોને ભેટ
Next articleરાજુલામાં વીજકંપનીને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી કરવા કર્મચારીઓની માંગ