વર્લ્ડકપમાં થયેલ અવગણના બાદ અંબાતી રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી

414

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્‌સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી.

૩૩ વર્ષીય મિડલ ઓર્ડર બેટ્‌સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના કરવામાં આવી છે. શંકરના સ્થાને ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જોકે, રાયડૂએ હજી વિગતવાર જાહેરાત કરી નથી પરંતુ બોર્ડે જણાવ્યું છે કે તેણે બીસીસીઆઈને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. બોર્ડના એક અધિકારી જણાવ્યું છે કે રાયડૂએ બોર્ડને નિવૃત્તિના નિર્ણયની જાણ કરી દીધી છે.

રાયડૂ ભારત માટે ૫૫ વન-ડે રમ્યો છે જેમાં તેણે ૪૭.૦૫ની સરેરાશ સાથે ૧૬૯૪ રન નોંધાવ્યા છે. વર્લ્ડ કપ અગાઉ દોઢ-બે વર્ષથી તેને સતત વન-ડે ટીમમાં રાખવામાં આવ્યો હતો. નંબર ચારના બેટ્‌સમેન તરીકે તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું.

અંબાતી રાયડૂએ ૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાયડૂએ પોતાનું વનડે પર્દાપણ જુલાઈ ૨૦૧૩મા કર્યું હતું. વિશ્વકપ માટે ચોથા સ્થાન પર પોતાની દાવેદારી મજબૂત કરવા માટે રાયડૂએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા જ નિવૃતી લઈ લીધી હતી. તેણે અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ રમી નથી.

સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે રાયડૂ ચોથા ક્રમના બેટ્‌સમેન તરીકે એકદમ યોગ્ય ખેલાડી છે. પરંતુ ટીમની જાહેરાત થઈ ત્યારે પસંદગીકારોએ રાયડૂના સ્થાને ઓલ-રાઉન્ડર વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે રાયડૂને બાદમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે અંબાતી રાયડૂને પોતાના દેશની નાગરિકતા આપવાની ઓફર કરી છે. તેમની તરફથી લખવામાં આવ્યું છે કે, “અગ્રવાલ ૭૨.૩૩ની સરેરાશથી ક્રિકેટમાં ત્રણ જ વિકેટ છે. આ માટે અંબાતી રાયડૂ ૩ડી ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે બે દસ્તાવેજ તૈયાર કર્યા છે, તેને વાંચવા માટે ફક્ત સાદા ચશ્માની જ જરૂર છે. અંબાતી અમારી સાથે જોડાઓ. અમને રાયડૂ સાથે જોડાયેલી વાતો પસંદ છે.” એવામાં એવી શક્યતા છે કે આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડની ઓફર સ્વીકારવા માટે જ રાયડૂએ નિવૃત્તીનો નિર્ણય લીધો છે.

Previous articleવિશ્વકપ બાદ એમએસ ધોની ક્રિકેટમાંથી નિવૃતી લેશે..?!!
Next articleવિન્ડિઝ અને અફઘાન વચ્ચે આજે ઔપચારિક મેચ થશે