TCS પાસેની ફુટપાથ ઉપર આડેધડ વાહનો ખડકાતાં લોકો ત્રસ્ત

455

ઇન્ફોસીટીથી કુડાસણ તરફ જવાના માર્ગ ઉપર ટીસીએસ પાસે આવેલી ફુટપાથ ઉપર આડેધડ વાહનોનું પાક’ગ થઇ રહ્યું છે. જેના પગલે ફુટપાથ ઉપર અવર જવર કરતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તો બીજી બાજુ લારી-ગલ્લાના દબાણો પણ ગોઠવાઇ જવાના કારણે માર્ગની પાસે ચાલવા માટે જગ્યા રહેતી નથી.

ઇન્ફોસીટી – રિલાયન્સ સર્કલ અને કુડાસણ તરફ જવાના માર્ગની બન્ને તરફ તંત્ર દ્વારા રાહદારીઓની અવર જવર માટે ફુટપાથ બનાવવામાં આવી છે. જેથી લોકોને ચાલવામાં પણ સરળતા મળી શકે અને અકસ્માતનો ભોગ બનવું ન પડે. ત્યારે ટીસીએસ પાસે આવેલી ફુટપાથ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આડેધડ વાહનો ખડકાવાની સાથે સાથે સામે આવેલી ફુટપાથ ઉપર લારી-ગલ્લાના દબાણો ઉભા થઇ જવાના પગલે અવર જવર કરતાં રાહદારીઓને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

તો બીજી તરફ લારી – ગલ્લાના દબાણોના કારણે ઇન્ફોસીટીથી કુડાસણ તરફ જતા માર્ગ ઉપર આડધેડ વાહનો ખડકાતા અન્ય વાહનચાલકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી પડતી હોય છે.

ત્યારે આ વિસ્તારની આસપાસ વસવાટ કરતાં સ્થાનિકોને ફુટપાથ ઉપર ઉભા થયેલા દબાણોના કારણે વોકીંગ કરવામાં પણ મુશ્કેેલી પડી રહી છે જેથી તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Previous articleઅમી છાંટણા સાથે જગતના નાથે નગરચર્ચા કરી : ઠેર ઠેર સ્વાગત
Next articleફાયર સેફટીના નિયમોને સ્કુલો ઘોળીને પી ગઈ..!