‘૭૦ વર્ષમાં ગાયોની સંખ્યા ઘટી હોવા છતાં દૂધ ૭૦ ગણું વધ્યું’

0
314

ભારત દેશનો આઝાદીનો તહેવાર કહો કે પછી ઉત્સવ અથવાતો મોહોત્સવ એટલે કે ૧૫ મી ઓગસ્ટ આઝાદીનો દિવસ અને ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસતાક દિન. આમ તો દેશમાં અનેક વાર અને અનેક તહેવારો દર મહિને મહિને આવે છે પરંતુ તે દરેક તહેવાર કોઈ એક કોમ અથવા તો કોઈ એક સમાજ સાથે જોડાયેલો હોય છે પરંતુ આઝાદીનો તહેવારના મુખ્ય બે દિવસો એટલે ૧૫ ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી આ બન્ને તહેવાર ભારતના દરેક નાગરિકના કણ-કણ અને મનમાં વસેલા છે કેમ કે આ તહેવાર દેશના દરેક નાગરિક માટે એક સરખા છે કારણ છે કે આ તહેવાર માં ભારતીના તહેવાર છે અને માં ભરતી એટલે ભારત દેશમાં વસતા તમામ ૧૨૫ કરોડ દેશ વાસીઓની માં જે દરેક જાતિ અને દરેક કોમના વ્યક્તિને પોતાનું છોરું એટલે બાળક ગણે છે માટેજ માં ભરતીની સાથે સંબંધ ધરાવતો દરેક તહેવાર રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વાત મુદ્દા તરફ કરીએ તો આજનો વિષય છે ગૌ માતા. દુનિયાની દરેક માતા જેમ પોતાના બાળક માટે સ્નેહ અને અપાર પ્રેમ રાખે છે તેમ ગાવલડી એટલે કે ગાય માતા પોતાના બાળક એટલે કે વાછરડાને તો છાવરે છે એટલે કે સંભાળ રાખે છે પરંતુ સાથો સાથો દેશની છેવાડાના માનવીની રક્ષણ કરતા અને તેને પેટને ટાઢક આપે એવું મીઠું દૂધ આપીને અનેક ભુખ્યાને ભોજન પૂરું પડે છે. પોતાના દૂધની પવિત્રતા બતાવાતે અનેક મંદિરોમાં તે ગાયનું દૂધ પક્ષાલ એટલે કે ભગવાનને સ્નાન કરવા માટે ઉપયોગી બને છે. કોઈ માં પોતાની મમતાનું સ્નેહ અને વાત્સલ્ય પોતાના બાળક સુધી જ રાખે છે અને બીજા સાથે વેહચતી નથી કેમ કે તેના બાળકમાં જ તેની ખુશી અને તેની જાન સમયેલી હોય છે પરંતુ ગાય માતા તો દરેક માતાના સંતાનને પોતાનું સંતાન માનીને તેનું દૂધ આપે છે તે પણ નિશ્વાર્થ ભાવે અને જાત-પાત જોયા વગર એટલે કદાચ ઈશ્વરે ગાયમાતાના શરીરની અંદર ૩૩ કરોડ દેવી દેવતા હોવાનો સ્પષ્ટ અને સચોટ દાવો કર્યો છે. પેહલાના જમાનામાં ગામના લોકો ગયો પ્રત્યે ખુબજ સ્નેહ અને પ્રેમ હતો પરંતુ જેમ જેમ માનવી શહેર તરફ પ્રયાણ કરતો ગયો તેમ ગાય માતા તરફની ભક્તિ અને પ્રેમ ભાવના પણ સીઝનેબલ થઇ ગઈ એટલે કે જરૂર પડે આપણે મદદ માંગીએ તેવી થઇ ગઈ છે જેમ કે આખા વર્ષ દરમ્યાન આપણને ગૌશાળામાં ભીડ  જોવા નથી મળતી પરંતુ જેવી મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ નજીક આવે છે ત્યાંજ ભક્તિઓની લાંબી ભીડ ગૌશાળા તરફ વધી જાય છે અને જે ગાયને આખા વર્ષ દરમ્યાન ૧૦૦ કિલો ઘાસ અને લાડવા ખવડાવામાં નથી આવતા એના કરતા ૧૦૦ ગણા લાડવા અને ઘાસનું ભોજન આપણે મનુષ્ય ગાય માતાને મકરસંક્રાતિના ૨ દિવસમાં લોકો ભોગ ચડાવે છે તો શું આ ગૌભક્તિ આપણી સ્વાર્થી અને લાલચુ નથી ગૌ માતાતો આખા વર્ષ દરમ્યાન ક્યારેય એવો ભેદભાવ નથી રાખતી કે આજે દિવાળી છે તો વધારે દૂધ આપીશ અને આજે હું બીમાર છું તો દૂધ નહિ આપું.  દરેક વ્યક્તિ અઠવાડિયાની એક રાજા પોતાના પરિવાર સાથે માસ્ટ આરામથી વીતે એવું મને છે પરંતુ ગાય માતા તો એક દિવસની પણ રજા નથી લેતી. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આપણે ગાયની ખેવના કે પરવા કરીએ કે ન કરીએ પરંતુ તે સતત આપણા માટે ઔષધિ રૂપે ગૌ મૂત્ર આપીને અને ચર્મ રોગ માટે ગોબર આપીને માનવીનું રક્ષણ પૂરું પડે છે આને આપણે સ્વાર્થી અને લાલચી મનુષ્ય આપણે ગાય માતાના નામે ધંધો કરી રહ્યા છે અને તેના નામે વેપલો રૂપે તેના માસનો ધંધાના નામે કતલ કરી રહ્યા છે. આવનારા દિવસો દૂર નથી કે જયારે આપણે દૂધના નામે ગમે ગામ વલખા ન મારવા પડે કેમ કે જે રીતે ગાયની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે તેમ છતાં દેશની અંદર દૂધનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે તેનું કારણ છે ગાયના દૂધની અંદર થતી મિલાવટ અને કાલાબાજરી તેનું મૂળભૂત કારણ છે કે દેશની વસ્તી દિવસેને દિવસે વધતી જાય છે ગાયની વસ્તી દિવસેને દિવસે ઘટતી જાય છે તેનું કારણ કોઈએ વિચાર્યું ખરા કે ગે ઓછી હોવા છતાં વર્ષો પેહલા જે ગાયની સંખ્યા હતી તેમાં ૧૦-૨૦-૨૫ % નો પણ વધારો નથી થયો ઉલ્ટાનો ઘટાડો થયો છે પરંતુ આઝાદીના ૭૦ વર્ષ પછી આજે દેશની ગાયનો વધારોતો નથી જોવા મળ્યો પણ ૭૦ વર્ષ પેહલા જે દૂધ મળતું હતું તેના કરતા ૭૦ % વધારે દૂધ આજે દેશના ગામે ગામ વેહ્‌ચાય છે તો વાત સ્પષ્ટ છે કે દૂધની માંગણીને પુરી પાડવા માટે મોટા મોટા વેપારીઓ દ્વારા દેશની ભોળી જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને દેશની જનતાના સ્વસ્થ સાથે મોતનો ખેલ રાચવામાં આવી રહ્યો છે તો સમય આવી ગયો છે કે આપણે આંખ આડા કાનને દૂર કરીને આપણે  પણ જાગૃત નાગરિક બનીને આપણી માતાની સાર સંભાળ રાખવાની સાથો સાથ દેશના દરેક નાગરિકની માતા એવી ગૌમાતાની સંરક્ષણનું બીડું ઝડપીએ જેથી કરીને દેશના દરેક લોકોની રોજિંદા જીવનમાં મિલાવટ વાળા દૂધનું પોષણ કરાવીને જે દલાલો પોતાનો રોટલો શેકીને આપણને મોતના મુખ તરફ લઇ જઈ રહ્યા છે તેના પાર લગામ મૂકીને આપણે આપણા જીવને સુરક્ષિત કર્તાની સાથે દેશની જનેતાને પણ મોતના મુખ એટલે કતલખાના તરફ જતા રોકીએ અને આપણે ગાય માતાના મળ-મૂત્ર કે દૂધ જેવા અનેક આયુર્વેદિક ઉત્પાદનોનો ઉપયોગ કરીને આપણે પોતાને અને આપણા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવીએ તેમજ દેશની રાષ્ટ્ર માતા એવાં રાષ્ટ્ર સંપત્તિને બચાવવા માટે આજથીજ ગાય હત્યા ને નાબૂદ કરવા માટેજ આજથીજ જાય ઘોષ કરીએ આવો આપણે પણ શિવજીના સંસ્કારોનું આપણામાં થોડું સિંચન કરતા આપણે પણ ગૌ માતાને કતલખાના જતા રોકીને મુંગા અને નિશ્વાર્થ પ્રાણીને આ ધરતી પર જીવવા માટે મદદરૂપ બનીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here