અભિનેત્રી શર્મિન સહગલ હવે ઓન સ્ક્રૂન ન્યૂડ સીન નહિ કરે

605

હાલમાં ફિલ્મ ‘મલાલ’થી મિઝાન જાફરીની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી શાર્મિન સહગલની પરર્ફોમન્સના ઘણા વખાણ થઇ રહ્યા છે. શર્મિને ફિલ્મોમાં આવતા પહેલા તેના અંકલ સંજય લીલા ભણસાલીને અસિસ્ટ કર્યા ન હતા. પરંતુ ઓનસ્ક્રીન સારી દેખાવવા માટે તેને તેનું વજન પણ ઓછું કર્યું છે. હાલમાં મીડિયાથી થયેલી વાતચીતમાં શર્મિને કહ્યું કે અત્યારે તે ઓન સ્ક્રીન ન્યૂડ સીન આપી શકશે નહીં. તેણે કહ્યું એક અભિનેત્રી તરીકે માકે હજી વધારે સારું કરવાનું છે અને હું પોતાને સીમિત કરવા માંગતી નથી.

હું સ્ક્રીન પર સેક્સ સીન કે ન્યૂડ સીન આપી શકીશ નહીં. શર્મિને કહ્યું કે મને આવા સીન કરવા માટે બોડી કોન્ડિફિડેન્સ ડેવલપ કરવાની છે. મને લાગે છે કે તમે છોકરો હોવ કે છોકરી, પરંતુ જો તમે કોન્ફિડેન્ટ નથી તો તમે શુ પરર્ફોમ કરી રહ્યા છો તમે સ્ક્રીન પર ખરાબ લાગશે. શર્મિનનું કહેવું છે કે ફિલ્મો માટે ગ્લેમરસ દેખાવવું ખરાબ નથી. જોકે, એવું પણ માનવું છે કે જેન્ડરના આધાર પર માપદંડ નિર્ધારિત કરવું પણ ખોટું છે. તેણે કહ્યું કે મને ખરાબ લાગે છે જ્યારે કોઇ કહે છે કે તારે આવું ન કરવું જોઇએ કારણકે તુ એક છોકરી છે. આપણાથી હંમેશા આશા રાખવામાં આવે છે કે આપણે નમ્ર હોઇએ. લોકોની વચ્ચે ઓડકાર ન આવે, કારણકે દરેક વસ્તુ કુદરતી છે.

Previous articleબિગ બૉસ-૧૩ માટે સલમાન ખાન ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ વસૂલશે..!!
Next articleઇરફાન ખાનના ખબર અંતર પૂછવા દિપિકા લંડન લઇ..!!