અમદાવાદ મનપાની મેલેરિયા વિભાગનું ૧૦૮ સાઈટો પર ચેકીંગ : ૫૭ને નોટિસ ફટાકરી : ચાર સાઇટોને સીલ

430

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા કન્સ્ટ્રકશન સાઇટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ  ચેકિંગ દરમિયાન કુલ ૧૦૮ સાઇટો ચેક કરવામાં આવી હતી. જેમાં ૫૭ સાઇટોને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ચાર સાઇટોને સીલ કરવામાં આવી હતી.  શહેરના શાહીબાગમાં આવેલી મધ્યઝોનની સિદ્ધી કોર્પોરેશન બાંધકામ સાઇટ,પશ્વિમ ઝોનના પાલડીમાં આવેલી અરિંહત રેસીડન્સી, દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરામાં રીંકુ બાંધકામ,અને થલતેજના ઉત્તર પશ્વિમઝોનમાં આવેલી જયહિંદ કન્સ્ટ્રકશન સાઇટને સીલ  કરવામાં આવી હતી.અને કુલ ૨ લાખ ૧૦ હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા. ડેન્ગ્યું, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવવા તેમજ નિયંત્રણ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Previous articleડીસાના રસાણા ગામ પાસે માલગાડીની અડફેટે યુવાનનું મોત
Next articleરાણીપમાં સરકારી જગ્યામાં ગેરકાયદે બાંધેલી ૧૦ દુકાનોના દબાણ હટાવાયા