મોરનો શિકાર કરનારા બંને આરોપીઓને જેલ હવાલે કરાયા

595

તળાજા ભાવનગર હાઈવે પર ત્રાપજનજીક રાજાશાહી વખત નુ બંધ મકાનમાં ગૌચર વિસ્તારમાં મોર નો શિકાર થયા નુ ફોરેસ્ટ વિભાગને તળાજાના આર એફ ઓ એમ. કે. વાઘેલા ને  અને ડો. સંદિપકુમાર આઈ. એફ. એસ. અને એમ. કે. પરમાર. અને વી. એ. રાઠોડ ને જાણ થતા તળાજા ના ફોરેસ્ટ વિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપી ઓ મુદામાલ મોટરસાયકલ મુકીને ભાગી ગયા હતા ત્યારે બાતમી મળી હતી તેના આધારે ફોરેસ્ટ ઓફિસર ટિમ દોડી ગયો અને આરોપી હિમત લાલજી ભાઈ પરમાર ગામ બેલા ઉ. વ. ૩૬ અને વિનુ હરજી ભાઈ પરમાર ગામ સાખડાસર ઉ. વ. ૨૮બન્ને તળાજા તાલુકાના ને ઝડપી પાડયા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે બન્ને આરોપી ઓ ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા બન્ને આરોપી ને જીલ્લા જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતા. તસ્વીર : મથુર ચૌહાણ

Previous articleએશિયન સ્કુલ ટેબલ ટેનિસની ભારતીય ટીમમાં ભાવેણાનાં ઓમ જયસ્વાલની પસંદગી
Next articleભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ શાદી સમારોહ યોજાયો