વીરે દી વેડિંગની સિક્વલ  ફિલ્મને લઇ સ્વરા ઉત્સુક

0
161

કરીના કપુર , સોનમ કપુર અને સ્વરા ભાસ્કર તેમજ શિખા તલસાનિયા સ્ટારર ફિલ્મ વીરે દી વેડિંગની સફળતા બાદ હવે સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. સિક્વલ ફિલ્મમાં કામ કરવા માટે કુશળ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તૈયારી દર્શાવી છે. મુળ ફિલ્મમાં સ્વરાની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. કરીના કપુર પણ ફિલ્મમાં રોલ કરવા માટે ઉત્સુક છે.  સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મુળ ફિલ્મ ૫૦ કરોડના આંકડાને પાર કરી ગયા બાદથી જ ફિલ્મની સિક્વલ બનાવવાને લઇને વાત શરૂ થવા લાગી ગઇ હતી. ફિલ્મના નિર્માતા રિયા કપુર અને એકતા કપુર હવે સિક્વલની દિશામાં આગળ વધી રહી છે. જો કે હજુ સુધી તમામ બાબતો સ્પષ્ટ કરવામાં આવી નથી. વાતચીત દરમિયાન રિયાના પિતા અને સુપરસ્ટાર અભિનેતા અનિલ કપુરે કહ્યુ છે કે ફિલ્મની સિક્વલ ચોક્કસપણે બનાવવામાં આવનાર છે. અનિલ કુપરે હાલમાં કહ્યુ હતુ કે સિક્વલ ફિલ્મ ચોક્કસપણે બનનાર છે. રિયા સારી વિચારધારા ધરાવે છે. તે પોતાના રાઇટર્સની સાથે વાત કરી રહી છે. વીરે ધી વેડિંગ પોતાની રીતે એક કલ્ટ ફિલ્મ છે. આ બોલિવુડમાં પોતાની રીતેની પ્રથમ એવી ફિલ્મ હતી. જે અભિનેત્રીઓની મજબુત પટકથા  રજૂ કરે છે. આ ફિલ્મ ચાર યુવતિઓની પટકથાને શાનદાર રીતે રજૂ કરે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મે ૮૧.૩૯ કરોડની કમાણી કરી લીધી હતી. ફિલ્મની સિક્વલમાં સોનમ કપુર અને સ્વરા ભાસ્કરની ઉપસ્થિતી તો નક્કી છે. કરીના કપુર અને શિખાના સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here