હવે સુપર૩૦માં રિતિકની ભૂમિકાથી સુઝેન પ્રભાવિત

0
154

રિતિક રોશન અને સુઝેન વચ્ચે સંબંધ તુટ્યાને ચારથી પાંચ વર્ષનો ગાળો થયો હોવા છતાં તેમની વચ્ચે સંબંધ મધુર રહ્યા છે. બંને તેમના બંને પુત્રોને પુરતો સમય પણ આપે છે. સાથે હેન્ગઆઉટ પણ કરે છે. એટલુ જ નહીં બલ્કે તમામ પ્રકારની સ્થિતીમાં બંને એકબીજા સાથે ઉભેલા નજરે પડે છે. તાજેતરમાં જ જ્યારે રિતિકની બહેન સુનેનાએ સમગ્ર પરિવાર પર તેમની સાથે મારામારી કરવાનો આરોપ મુક્યો ત્યારે પણ સુઝેન રિતિક રોશન અને તેના પરિવારની સાથે નજરે પડી હતી. હાલમાં તો સુઝેન રિતિક રોશનની ફિલ્મ સુપરને લઇને ખુબ ખુશ છે. રિતિક રોશનની સુપર ફિલ્મ તેને ખુબ પસંદ પડી છે. રિતિક રોશનની આ ફિલ્મ તમામ ચાહકોને પસંડ પડી  શકે છે.  રિતિકની આ ફિલ્મ રિયલ લાઇફ  ટિચર આનંદ કુમારની લાઇફ પર આધારિત છે. જે બિહારમાં આઇઆઇટી -જેઇઇ માટે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે. આ ફિલ્મમાં રિતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મ શુક્રવારના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આનંદ કુમારે પોતે પણ આ ફિલ્મમાં અદા કરવામાં આવેલી તેમની ભૂમિકા બદ રિતિક રોશનની પ્રશંસા કરી છે. બીજી બાજુ રિતિક રોશનની પત્નિ સુઝેને પણ રિતિકની ભારે પ્રશંસા કરી છે. સુઝેને હાલમાં આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મને નિહાળ્યા બાદ સુઝેને ઇન્સ્ટાગ્રામ પર લખતા કહ્યુ છે કે રિતિકની હજુ સુધીની આ બેસ્ટ પરફોર્મ ફિલ્મ છે. સુઝેને કહ્યુ છે કે રિતિક પર તેને ખુબ ગર્વ છે. સુપર-૩૦ ફિલ્મને વિકાસ બહેન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં મૃણાલ ટાકુર, વીરેન્દ્ર સક્સેના અને જોની લીવરની ભૂમિકા છે. સાથે સાથે પંકજ ત્રિપાઠીની પણ ફિલ્મમાં ભૂમિકા છે. રિતિક રોશન લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડ્યો છે. રિતિક રોશન બોલિવુડમાં આજે પણ સૌથી મોંઘા સ્ટાર પૈકી એક સ્ટાર છે. હાલમાં તેની પાસે અનેક પ્રોજેક્ટ હાથમાં છે. જે પૈકી એક એક્શનથી ભરપુર ફિલ્મ છે. જેનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપુર કામ કરી રહ્યા છે. રિતિક રોશન બોલિવુડની સાથે સાથે સમગ્ર દુનિયામાં તેની ખુબસુરતીના કારણે પણ લોકપ્રિય છે. રિતિક રોશન પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. તે કંગના રાણાવતના કારણે વિવાદમાં રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here