શરીર સબંધી કેસોમાં સંડોવાયેલ ઈસમને હદપાર કરતી બોરતળાવ પોલીસ ટીમ

757

બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.રાવલ  સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ દિપસંગભાઈ ભંડારી તથા હિતેશભાઈ મકવાણાએ હદપારીના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ  તરફ મોકલી આપતા બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં રહેતો ભરતભાઈ લીંબાભાઈ ચાવડા ઉવ. ૩૦રહે. ચિત્રા બેક કોલોની, ભાવનગર વાળાને ભાવનગર જિલ્લાને અડીને આવેલ ચાર જિલ્લા માંથી એક વર્ષ માટે હદપાર કરવાની દરખાસ્ત મંજુર થઈ આવતા શખ્સને પોલીસ સ્ટેશન લાવી હદપારી હુકમ બજવણી કરી રાજકોટ જિલ્લા ખાતે મોકલી આપેલ છે.

 

Previous articleઅપહરણનાં ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleચકચારી કાળીયાબીડ મર્ડર કેસનાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી