અ ફેક લેટર ધેટ પેસન્ટ ઇસ ઓન વેન્ટિલેટર

0
172

પેસન્ટ અને વેન્ટિલેટર જેવા શબ્દ સાંભળી આપ સહુ કોઈ સમજી જ ગયા હશો કે આજનો લેખ હોસ્પિટલ સંબંધી વાતનો છે, તો તમે સાચુંજ સમજ્યા છો આજની મારો આ લેખ હોસ્પિટલમાં દર્દી જયારે પોતાનો શ્વાશ છોડી દીધો હોવા છતાં કોમ્ભાંડ કરીને દેશની પ્રખ્યાત અને નામાંકિત હોસ્પિટલો જયારે દર્દીના સગા વ્હલાને એવી ખોટી સાંત્વના આપે છે કે હા તમારું સ્વજન જીવી રહ્યું છે અને તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે ત્યારે દરેક સ્વજનના મનમાં એવી આશ હોય છે કે તેમનો સ્વજન જલ્દીથી સારું થઇ જશે અને ફરી તેના પરિવારના પ્રાગણમાં હસતું, રમતું અને ફરીથી નાચી ઉઠશે, પરંતુ ૫-૭-૧૦ દિવસના લાંબા અરસા પછી જયારે પરિવારને એવી હોશ હોય છે કે ડોક્ટર તેમને સારા સમાચાર આપશે ત્યારે પરિવારની ભાવના સાથે ચેડાં કરીને દર્દી સાજો હોવાનો બતાવી લખો રૂપિયાના બિલ બનાવી દે છે અને પોતાના ખીસા ભારે છે પરંતુ આવા નબીરા અને નાપાક હોસ્પિટલવાળાને એમ કેમ ભાન નથી પડતી કે પરસેવો રેડીને દર્દીને સાજું કરવા માટે ઉછીના પછીના કરીને પૈસાનું ઈંતઝામ કરે છે કોઈ પોતાનો દાગીનો તો કોઈ પોતાનું મકાન તો કોપી પોતાની વર્ષો જૂની ભેગી કરેલી થાપણનું વિસર્જન કરીને હોસ્પિટલોના બીલો ચૂકવે છે જેથી કરીને ભલે તેમની મૂડી અને મિલકત નાસ પામી હોય પણ પોતાનું વહાલું પાછું આવી જાય પરંતુ માણસાઈ અને જીવદયા નેવે મૂકીને આ હોસ્પિટલો વાળા લોકોની ભાવના સાથે ખિલવાડ કરી રહ્યા છે બિનજરૂરી દવા મંગાવી, ખોટે  ખોટા બાટલા ચડાવીને લોકોને જૂઠો દિલાસો આપે છે કે ચિંતા નહિ કરો સજા થઇ જશે અને પછી ૫ દિવસ પછી જવાબ આવે છે તમારા સ્વજન નથી રહ્યા ત્યારે નિરાશ અને હતાશ સાથે પરિવાર ચિતા લઈને નીકળે છે ત્યારે તે પરિવારના દિલની વેદના તો જેના ઉપર ગુજરે તેજ સમજી શકે છે પરંતુ જે લોકોને ધતિંગ કરવા છે અને પૈસા પડાવીને પોતાનો ગોરખ ધંધો ચલાવો છે તેના માટે આ રોજનું નાટક છે વર્ષોથી આવુજ નાટક ચાલતું આવ્યું છે અને ચાલતું જ આવશે પરંતુ આવા નાપાક લોકો સામે સરકાર ક્યારે આંખ લાલ કરશે ? અનેક કાનૂન આવ્યા અનેક નિયમો આવ્યા તો પણ સરવાળે તો મીંડું જ આવ્યું ૨-૫ દિવસ માટે બધું સરખું ચાલે અને પછી હતું એમનું એમ તો આમ બિચારા સારા અને સાચા માણસનો વાંક શું ? હોસ્પિટલ વાળા પોતાનો ધંધો કરે દર્દી અને પરિવારવાળા પૈસા આપીને લૂંટાય અને સરકાર કહે છે કે આમે કાનૂન લાવ્યા અને નિયમ લાવ્યા આમ હોસ્પિટલ અને સરકાર વચ્ચે બિચારો સામાન્ય વ્યક્તિના ચપ્પલ ઘસાય જાય છે અને સરવાળે સુળી વચ્ચે સોપારીનો ભોગ બનવો પડે છે. સરકાર દ્વારા દિવસેને દિવસે અનેક દેશ પ્રગતિના નિયમો લાવીને દેશની પ્રજાને આગળ લાવા માટે પ્રયાશો આદરવામાં આવે છે પરંતુ પ્રથમ તબક્કાના લોકો એકદમ સાચી રીતે અને ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યા છે પરંતુ વચેટ્યા લોકો સરકારનો દુરુપયોગ કરીને પ્રજાને પોતાની સત્તાનો પાવર દેખાડે છે અને સરવાળે નાના માણસની લાચારી અને નિર્બળતાના પરિણામે બિચારા લોકોને સોસાવું પડે છે અને ભોગ બનવું પડે છે. વિનંતી કરું છું સરકાર એક એક વોટ કરીને પ્રજા દ્વારા આપણે ફરી એક વાર ૫ વર્ષ માટે મોકો આપ્યો છે તમે મેહનત કરીને સાચાને ન્યાય મળે અને જરૂરત વાળને મદદ મળી રહે તે માટે એ માટે ” અમૃતમ કાર્ડ, વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી બીમાં યોજના શરુ કરવામાં આવેલ છે પરંતુ આ દરેક યોજના માત્ર ચોપડે છે સિવિલ હોસ્પિટલમાં જયારે હું ખુદ ગયો ત્યારે મને ખબર પડી કે દર્દીને લઈને આવો તો સ્ટ્રેચરમાં તમે બેસાડો અને એક્સરે કઢાવ્યા પછી એક્સરે સુકાવાનો પણ તમારે જાતેજ અરે દર્દીના તાપસ માટેની ફાઈલ પણ નથી હોતી ખાલી પેપરનો જથ્થો બધી દેવામાં આવે છે પીવાનું પાણી નથી મળતું અને હોસ્ટિપટલમાં ગંદકી અને વાસ તો એટલી આવે કે જાણે કોઈ દુર્ગંધથી ગોંધાયને મારી જાય તો ના નહિ. ફરી ફરીને સરકારી તંત્ર અને આરોગ્ય તંત્રને અંદર સાથે વિનંતી અને વંદન તમે લોકો જયારે વિઝિટમાં એવો છે ત્યારેજ દેખાવની ચોખ્ખાઈ હોય બાકી એક વાર ધક્કા ખાઈ જોવો તમને એમ લાગશે આના કરતાતો આત્મહત્યા કરી લેવી સારી. બારીથી બારી, એક રૂમથી બીજા રૂમમાં એક લાઈનથી બીજી લાઈનમાં ત્યારે તમને ખબર પડશે કે સામાન્ય માનવી કે જેની પૈસા ખરચવાની હાલત નથી તે કેમ કરીને આ સમસ્યા સામે લડી શકે છે. દરેક સરકારના મોભીઓને સત્કાર સાથે એક વિનંતી તમને જે સિવિલમાં ચાલતી સારવારના ખોટા રિપોર્ટ આપવામાં આવે છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે એક વાર તમે રૂબરૂ આવીને તાપસ કરો તો સમજાશે કે વિકાસ ફક્ત ચોપડેજ દેખાય છે બાકી ગંદકી અને પાણીના ટીપા આજે પણ હોસ્પિટલના દરેક ખૂણે પડીજ રહ્યા છે ફરક એ છે કે જેમ દર્દીને પ્લાસ્ટર મારી આપવામાં આવે છે તેમ સરકારી નોકર એટલે મોટા મોટા નેતાઓ આવે ત્યારે તે ગંદકી અને જુઠ્ઠાણું છુપાવો માટે અમુક વોર્ડ અને અમુક દર્દીને સારી સારવાર આપવામાં આવી રહી છે તેવું પ્લાસ્ટરરૂપી જુઠ્ઠાણું ચલાવીને અધિકારીઓ સામે વાહ વાહ લૂંટવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here