ગ્રીનસીટી દ્વારા ૫૦૦ બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું

0
140

રવિવારે સવારે નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા ફુલસર દ્વારા વૃક્ષ મારા મિત્ર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રીનસીટી દ્વારા ૫૦૦ બાળકોને વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવેલ. ગત વર્ષે કરાયેલ વૃક્ષના વિતરણમાં જે બાળકોએ વૃક્ષોને સારી રીતે ઉછેર કરેલ તેઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ. બાળકોએ પર્યાવરણને પ્રોત્સાહન આપતા ચિત્રો સુંદર રીતે રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, એક્સ આર્મી રામારજસિંહ, કૃષિ એક્સપર્ટ કિશોરભાઇ સોલંકી, અરવિંદદાદા પંડ્યા, હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મહેશભાઇ પંડ્યા, કુલદિપભાઇ ગઢવી અને આરતીબેન પંડ્યાએ જહેમત ઉઠાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here