નર્સીંગ સ્ટાફના પડતર પ્રશ્ને હોસ્પિ. સામે ધરણા-સુત્રોચ્ચાર

0
170

ભાવનગર સહિત રાજ્યભરની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફના પડતર પ્રશ્નો અંગે ચાલતા આંદોલનને અનુલક્ષીને ભાવનગરની સર.ટી.હોસ્પીટલના નર્સીંગ સ્ટાફ દ્વારા ધરણાં યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સર.ટી.હોસ્પીટલ ખાતે યોજવામાં આવેલ ધરણાંમાં હોસ્પીટલમાં ફરજ બજાવતો નર્સીંગ સ્ટાફ જોડાયો હતો. અને સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. નર્સીંગ સ્ટાફ દ્વારા છ જેટલી પડતર માંગણી અંગે છેલ્લા છ મહિનાથી ચાલતા શાંત આંદોલન છતાં સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા ધરણાં કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here