મોટા સુરકા નજીક હત્યા કરાયેલી યુવકની લાશ મળી

0
437

સિહોર અને સોનગઢ વચ્ચે આવેલા મોટા સુરકા ગામ નજીક રાત્રીનાં સમયે હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિહોર તાલુકાનાં સોનગઢ નજીક આવેલા મોટાસુરકા ગામના પાણીનાં પરબ પાસે એક યુવાનની હત્યા કરાયેલી લાશ પડી હોવાના સમાચાર સિહોર પોલીસને અપાતા સિહોર ઇન્ચાર્જ પી.આઇ. સોલંકી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકનાં ગળાનાં ભાગે તિક્ષ્ણ હથિયારનાં ઘા માર્યાના નિશાન મળી આવ્યા હતા.

પોલીસે તપાસ કરતા યુવાન સોનગઢ ખાતે પાંચવડા રોડ પ્લોટ વિસ્તારમાં રહેતો કોળી યુવાન રામજી કંટારીયા હોવાનું જાણવા મળતા તેના પરિવારને જાણ કરેલ. બનાવની જાણ થતા લોકોનાં ટોળા એક્ઠા થયા હતા. જ્યારે હત્યાના પગલે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે યુવાનનાં પરિવારજનો દ્વારા પોલીસને આરોપીઓને ઝડપી લેવા દબાણ કરવા સાથે દેકારો મચાવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here