CoA કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે

431

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ વિશ્વ કપમાં ભારતના પ્રદર્શનને લઈને કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની સાથે સમીક્ષા બેઠક કરશે. સમજવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન સેમિફાઇનલમાં થયેલા પરાજયના કારણો પર પણ વાત થશે અને કોચ તથા કેપ્ટનને ઘણા મહત્વના સવાલ પૂછી શકાય છે.

આ બેઠકમાં આગામી વર્ષે યોજાનારા ટી૨૦ વિશ્વ કપનું માળખું પણ તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સીઓએમાં ડાયના એડુલ્જી અને લેફ્ટિનેન્ટ જનરલ (નિવૃત) રિવ થોડગે પણ છે.

વિનોદ રાયે આ મામલામાં કહ્યું, કેપ્ટન અને કોચના બ્રેકમાંથી પરત આવ્યા બાદ બેઠક જરૂર થશે. હું તારીખ અને સમય જણાવી નહીં શકું પરંતુ અમે તેની સાથે વાત કરીશું. અમે પસંદગી સમિતિ સાથે પણ વાત કરીશું. તેમણે આગળની માહિતી આપવાથી ઇનકાર કર્યો હતો. રાયે કહ્યું, ભારતનું અભિયાન હજુ પૂરુ થયું છે. ક્યાં, ક્યારે અને કેમ, જેવા સવાલોના જવાબ હું તમને આપી શકીશ નહીં.

આ સમીક્ષા બેઠકમાં શાસ્ત્રી, કોહલી અને પ્રસાદને કેટલાક સવાલોનો જવાબ આપવો પડી શકે છે. હકીકતમાં છેલ્લી સિરીઝ સુધી અંબાતી રાયડૂની પસંદગી નક્કી હતી પરંતુ અચાનક તે ચોથા નંબરની દોડમાંથી બહાર થઈ ગયો. બીજો, ટીમમાં ત્રણ વિકેટકીપર કેમ હતા ખાસ કરીને દિનેશ કાર્તિકની જરૂર શું હતી, જે લાંબા સમયથી ફોર્મમાં નથી.

Previous articleભારત-પાકિસ્તાન મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ ૧.૫૦ લાખમાં વેચાયો
Next articleતીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૮૭ પોઇન્ટ ઘટ્યો : બજારમાં નિરાશા