સિહોર ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓની નિયમિત બસનાં અભાવે દયનિય હાલત

649

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાની જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ની તાલુકા લેવલ ની દીકરીઓ માટે ની એક માત્ર સંસ્થા કે જે સિહોર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કુલ નામે ઓળખાય છે અહીં સિહોર સહિત આખા તાલુકાની દીકરીઓ અભ્યાસ અર્થે આવે છે આ સ્કૂલ માધ્યમિક સ્કૂલ હોય જેમાં ધોરણ ૯ થી ૧૨ માટેની અંદાજિત ૨૦૦૦ જેટલી દીકરીઓ ભણે છે જેમાંથી અંદાજિત ૭૦૦ દીકરીઓ આજુબાજુના પંથકના ગામડાઓમાંથી અપડાઉન કરી અભ્યાસ અર્થે આવે છે સવારની શિફ્ટ અને બપોરની એમ બંને પાળીમાં અંદાજિત ૭૦૦ દીકરીઓ અપડાઉન કરે છે એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રો પોકારે છે ત્યારે સિહોરના તાલુકા કક્ષાની આ સ્કૂલમાં ભણવા આવતી દીકરીઓની હાલત કફોડી બની રહી છે કારણ કે અપડાઉન સમયે ટાણા, વરલ,કાજાવદર, સાગવાડી, સર, જાંબાળા, બેકડી, બોરડી, કનાડ,ખારી આમ આવા અસંખ્ય ગામો માંથી વિદ્યાર્થીનીઓ રોજેરોજ આ સ્કૂલ માં શિક્ષણ પ્રાપ્ત કરવા નિયમિતપણે અપડાઉન કરેછે પરંતુ આ ગુજરાત ની બેટીઓ માટે યોગ્ય બસ સુવિધા નહિ હોવાને કારણે અને નિયમિત બસ સુવિધાઓ ન મળતી હોય, તો ક્યારેક બસમાં જગ્યાઓ પણ નથી હોતી અમુક વખતે બસ ચિક્કાર ભરેલી હોય છે ત્યારે દીકરીઓ જગ્યા ન હોવાને કારણે બસમાં ચડી નથી શકતી જેથી અન્ય વાહનની રાહ જોવા મજબૂર થવું પડે છે ત્યારે છકડા, રીક્ષા કે અન્ય પ્રાઇવેટ વાહનોમાં પોતાના ઘરે પહોંચવું પડે છે ખરેખર આ કેટલું વ્યાજબી ગણાય ત્યારે સરકારે આ બાબતની યોગ્ય વ્યવસ્થા કરી એક બસ વધુ ફાળવવા લોક માંગ ઉઠી છે આ દીકરીઓ તો જ ભણી શકશે કે જો પૂરતી વાહન વ્યવસ્થા હશે આવી વાહન વ્યવસ્થા ને હિસાબે ઘણા વાલીઓ દીકરીઓ રાત્રે મોડી આવવાથી કે સાંજે મોડી આવવાથી ભણતર પણ છોડાવી રહ્યા છે તેનું માત્ર એક જ કારણ છે આ રૂટની બસની અનિયમિતતા અને અન્ય બસ ફિકવનસી ન હોવાથી બસ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય બસમાં પૂરતી જગ્યા નહીં અથવા તો એક જ બસ ને હિસાબે અપડાઉન કરતી દીકરીઓ બેસી ન શકવાને કારણે બસ સ્ટેન્ડ પર રઝળપાટ કરતી જોવા મળે છે તો વાલીગણ તથા આ વિદ્યાર્થીનીઓ દ્વારા વધુ એક બસની માંગ કરી રહી છે કે જો સરકાર દ્વારા એક બસ વધુ ફાળવવામાં આવે તો બેટી પઢાવો નું સૂત્ર ખરેખર સાર્થક થશે નહીંતર બેટી ઘરે રાખવાનો વારો આવશે તેનું ભણતર બગડશે તેનું જીવન બરબાદ થઈ જશે તો વહેલામાં વહેલી તકે આ દીકરીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરી આ રૂટની ૧ બસ વધુ ફાળવવા ઉગ્ર માંગ ઉઠી છે

ગર્લ્સ સ્કૂલ ના આચાર્ય મીનાક્ષીબેન નો સંપર્ક સાધતા જણાવેલ કે અમો તથા વાલીઓ દ્વારા સ્કૂલ છૂટવા ના સમયે બસ ની માંગ કરી હતી પરંતુ આ દીકરીઓ ને હજી સુધી ન્યાય નથી મળ્યો.

Previous articleબોરડાની બાળાઓ દ્વારા મોળાકત વ્રત
Next articleચિત્રા GIDCમાં મારૂતિ ફ્રન્ટીમાંથી ભાણુભાનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો