નાગેશ્રી, બાબરકોટ પ્રા. આ.કેન્દ્રમા  વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી

1046

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ. એફ.પટેલ તથા ડૉ.જયેશ પટેલના માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને પ્રા આ કેન્દ્ર નાગેશ્રી તથા બાબરકોટમા વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી કરવામા આવી જેમા મેડિકલ ઑફીસર દ્વારા વસ્તી વધારા ની સમષ્યાઓ વિશે માહિતગાર કરવામા  આવ્યા. કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પધ્હતિ જેવી કે સ્ત્રી નસબંધી,પુરુષ નસબંધી, કોપર ટી,નિરોધ ગર્ભનિરોધક ગોલી માલા એન,છાયા,અંતરા ઇન્જેક્શન,જેવી બે બાળકો વચે અંતર રાખવાની પદ્ધતિ વિશે વિસ્તૂત્ત માહિતી આપવામા આવી હતી. કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવવા વિશે આગ્રહ અને અપીલ કરવામા આવી હતી. નાનુ કુટુંબ સુખી કુટુંબના ફાયદા વિશે પણ માહિતી આપવામા આવી હતી આ કાર્યક્રમને સફલ બનાવવા મેડિકલ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામી ડૉ.જીતેશ મુછડિયા ડૉ.ઇલાબેન મોરી ડૉ.શકીલ ભટ્ટી.તાલુકા સુપરવાઇઝર શનિશ્વરાભાઈ.પી એચ સી સુપરવાઇઝર જેઠવાભાઈ તથા સંજય બારૈયા દ્વારા પ્રયત્નો કરવામા આવેલ.

Previous articleઇશ્વરીયાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભેટ
Next articleભાવેણાની યોગ કવિન હેતસ્વી સોમાણીએ ભારતીય યોગ સંસ્કૃતિને યુરોપમાં વહાવી