માંડલ યુવકની હત્યા કેસ : ૭ આરોપીની ધરપકડ,પત્ની ગર્ભવતી ન હોવાનો ખુલાસો

0
683

પ્રેમ લગ્ન કરનાર દલિત યુવકની હત્યા કેસમાં ફરિયાદમાં કુલ ૮ લોકોના નામ નોંધવામાં આવ્યા છે. મુખ્ય આરોપી યુવતીના પિતા દશરથસિંહ પોલીસ સમક્ષ હાજર થયા છે. જોકે, આ કેસમાં યુવતીનો પિતરાઇ ભાઇ જયદીપસિંહ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ યુવતી હાલ તેમના પરિવાજનોના ઘરે છે. યુવતી તેની માતા સાથે જ રહેવા માંગે છે.

યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં યુવતી પોતે ગર્ભવતી નથી એમ જણાવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે પોલીસ ગર્ભનીચકાસણી માટે ચોક્કસ પુરાવા ભેગા કરવા મેડિકલ રિપોર્ટ કઢાવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તીક્ષ્મ હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીઓને જેમણે આશરો આપ્યો હશે તે લોકોને પણ ગુનેગારોની મદદગારીમાં લેવાશે યુવતીની પરિવાર સામે અરજી અંગે પણ માર્ચમાં અરજી મળી હતી. જોકે તે દરમિયાન યુવતી અંજારમાં હતી. ઘટનામાં બેદરકારી ૧૮૧ અભિયમના કાઉન્સિલરની છે તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને ઇન્ક્‌વાયરી ચાલુ છે. લગ્ન જીવનમાં યુવતી શા માટે પરિવારજનો સાથે રહેવા માંગે છે તે અંગે પોલીસે મૌન સેવ્યું છે. સોશિય મીડિયા ઉપર જાતિવિષયક ટિપ્પણી બાબતે પોલીસ નથી જાણતી. જોકે, સોશિયલ મીડિયા ઉપર થતી ટિપ્પણીઓ ધ્યાને લઇને તપાસ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here