અમીરગઢ સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટરને ACBએ ૫ હજારની લાંચ લેતા ઝડપ્યા

0
144

આજે બનાસકાંઠા એસીબીએ અમીરગઢ સેલ્સ ટેક્સના ઈન્સ્પેક્ટરને ૫ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્‌યા હતા. ટ્રકવાળા પાસે ઈકબાલગઢ હાઈવે પર લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. નિયત સ્થળે આઈટી ઈન્સ્પેક્ટર લાંચ લેવા ગયા ત્યારે તેમને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમીરગઢ ચેકપોસ્ટ પાસે જીએસટી મોબાઈલ સ્કવોર્ડે ટાઈલ્સ ભરેલી ટ્રકને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દેવા માટે રૂ. ૫ હજાર માંગ્યા હતા. જે ન આપવા માંગતા ટ્રકધારકે એસીબીનો સંપર્ક કરતાં પાલનપુર આબુ હાઈવે પર ઈકબાલગઢ પાસે આવેલી દર્શન હોટલ પાસે છટકું ગોઠવીને વર્ગ-૨ સેલ ટેક્સ ઓફિસર કરશનભાઈ નરસિંહભાઈ પટેલને બનાસકાંઠા એસીબીના પીઆઈ કે જે પટેલે રંગે હાથ ઝડપી પાડ્‌યા હતા.

અમીરગઢ વાણિજ્ય વેરા કચેરી પર બનાસકાંઠા એસબીએ દરોડા પાડ્‌યા હતા. વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ગેરરીતિ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here